અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

7મી જાન્યુઆરીએ ગજરાત વહિવટી સેવા વર્ગ-1-2 તથા નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ-2ની પ્રિલિમનરી પરીક્ષા યોજાશે

ભૂજ, 02 જાન્યુઆરી 2024, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને ૨ તથા ગુજરાત નગરપાલિકાના મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ ની પ્રિલિમનરી પરીક્ષા આગામી તા.૭મી જાન્યુઆરી-૨૦૨૪ના યોજાનાર છે. આ પરીક્ષા દરમ્‍યાન પરીક્ષા કેન્‍દ્રના સ્‍થળ તથા તેની આજુબાજુના વિસ્‍તારમાં સલામતીની વ્યવસ્‍થા ગોઠવવા માટે પ્રતિબંધાત્‍મક હુકમો જારી કરાયા છે. જિલ્‍લામાં ઉપરોકત પરીક્ષા, પરીક્ષાર્થીઓ અસામાજીક તત્‍વોના ત્રાસ અને ભય વિના આપી શકે તેમજ પરીક્ષા સ્થળના સંચાલકો અસામાજીક તત્‍વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમ્‍યાન જાહેર વ્‍યવસ્‍થા જળવાઇ રહે અને કોઇ અનિચ્‍છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી ભુજની હાઈસ્કૂલોના પરીક્ષા કેન્દ્રોની આસપાસની ૧૦૦ મીટર ત્રિજયાના પ્રતિબંધો અમલમાં રહેશે.

જાહેરનામાનો અમલ કરવાનો રહેશે
જાહેરનામા મુજબ પરીક્ષા કેન્‍દ્રોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોઇપણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠા થવું નહીં, સરઘસો કાઢવા નહીં તેમજ સૂત્રો પોકારવા નહીં. પરીક્ષા કેન્‍દ્રોની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોપીઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્‍યવસાય કરતા ધંધાર્થીઓ/કોપીઈંગ મશીન ધારકોએ તેઓના કોપીઈંગ મશીનો ચલાવવા નહીં કે કોઇપણ પત્રો, દસ્‍તાવેજો કે કાગળોની નકલો કરવી નહીં અને મશીનો બંધ રાખવા. પરીક્ષા કેન્‍દ્રો/બિલ્‍ડીંગોના મુખ્‍ય પ્રવેશદ્વાર પાસે જ પોલીસ કર્મચારીઓ ઉભા રહી જે પરીક્ષાર્થી પાસે પ્રવેશિકા (રસીદ) હોય તે ચકાસીને જ માત્ર પરીક્ષાર્થીને જ પ્રવેશ આપવાનો રહેશે. પોલીસ કર્મચારીએ પરીક્ષા કેન્‍દ્ર/બિલ્‍ડીંગના મુખ્‍ય પ્રવેશદ્વાર પાસે જ ફરજ બજાવવાની રહેશે.

જાહેરનામાનો ભંગ કરવા બદલ શિક્ષાત્મક કાર્યવાહી
વર્ગખંડમાં પ્રવેશ કરવાનો રહેશે નહીં અને પરીક્ષા કેન્‍દ્રની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોઇપણ માર્ગ ઉપર ચોકમાં ગલીમાં કોઇપણ વ્‍યકિતએ વાયરલેસ ડીવાઇસીસ જેવા કે બ્‍લુ ટુથ, પેન કેમેરા, મોબાઇલ કે ઈન્‍ટરનેટ સાથે કનેકટેડ ઉપકરણો કે અન્‍ય કોઇપણ ઈલેકટ્રોનિકસ સાધનો લઇ જવા નહીં તથા મ્યુઝિક, સંગીત ઈત્યાદી જોરથી વગાડવું નહીં. આ હુકમ અન્‍વયે પોતાના અંગત ઉપયોગ માટે કોપીઈંગ મશીનનો વપરાશ કરતી વ્‍યકિતઓને, પોતાની ફરજની રૂએ કામ કરતી વ્‍યકિતને એકત્રિત થવાની જોગવાઇ લાગુ પડશે નહીં, આ હુકમના કોઇપણ ખંડ કે ભાગ ભંગ કરનાર વ્‍યકિત સામે ભારતીય દંડ સહિતાની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આ પણ વાંચોઃગુજરાતની 8 મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ કામો માટે સરકારે 2084 કરોડ આપ્યા

Back to top button