ઉત્તર ગુજરાતગુજરાત

ડીસામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા કરવામાં આવી ફૂટ માર્ચ

Text To Speech

પાલનપુર  2 જાન્યુઆરી 2023 : ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને ગુનેગારોમાં પણ કાયદાનો ડર રહે તે માટે શહેર પોલીસ દ્વારા ફૂટ માર્ચ યોજાઈ હતી.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ગુનેગારોમાં કાયદાનો ડર રહે અને ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટે તે માટે શહેર પોલીસ દ્વારા ફૂટ માર્ચનુ આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા શહેર ઉત્તર અને દક્ષિણ પીઆઇ ની આગેવાનીમાં શહેર દક્ષિણ પોલીસ મથકેથી શરૂ થઈ હતી.

આ ફૂટ માર્ચ ગાંધીજીના બાવલાથી ફુવારા સર્કલ અને ત્યાંથી સાંઇબાબા સર્કલ થઇ પરત ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. પોલીસે ફૂટ માર્ચ દરમિયાન શહેરની પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો હતો, અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હંમેશા એલર્ટ રહેવાની કટિબદ્ધતા દર્શાવી હતી.

આ પણ વાંચો : ગુજરાતને ગોવા બનાવવાનો પ્રયાસ, આ સ્થળો પર દારૂબંધી હળવી કરવા દરખાસ્ત મુકાઈ

Back to top button