ભારત સાથે વાત કરવા પાકિસ્તાન આતંકવાદનો આશરો લઈ રહ્યું છે: જયશંકર
નવી દિલ્હી, 02 જાન્યુઆરી 2024: વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે વાત કરવા આતંકવાદનો આશરો લઈ રહ્યું છે. પાકિસ્તાનની મુખ્ય નીતિ આતંકવાદ રહી છે. તેમણે કહ્યું કે ભારતે હવે તે રમત રમવાનું બંધ કરી દીધું છે અને પાડોશી દેશ અવારનવાર નાપાક ઈરાદેથી સરહદ પારથી આતંકવાદીઓને ભારતમાં મોકલે છે. ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં જયશંકરે કહ્યું, ‘પાકિસ્તાન ભારત પર વાતચીત માટે દબાણ બનાવવા માટે લાંબા સમયથી સીમાપાર આતંકવાદનો સહારો લે છે. એવું નથી કે અમે અમારા પડોશીઓ સાથે વાતચીત નહીં કરીએ. પરંતુ તેઓએ જે શરતો મુકી છે તેના આધારે અમે વાટાઘાટો નહીં કરીએ.
#WATCH | On being asked if India always lost to China at the mind games, EAM Dr S Jaishankar says, “I don’t think we always lost out, but at various points of time, when we talk about the parts of the past today would be very difficult to understand, Panchsheel agreement is… pic.twitter.com/eEzjwLKidK
— ANI (@ANI) January 2, 2024
કેનેડાની રાજનીતિમાં ખાલિસ્તાનીઓને સ્થાન મળ્યું: વિદેશમંત્રી
કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓના ફેલાવા અંગે વાત કરતા જયશંકરે કહ્યું કે ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં કડવાશ પેદા કરવા ખાલિસ્તાની તાકતનો મોટો હાથ છે. તેમણે કહ્યું, ‘મુખ્ય મુદ્દો એ છે કે કેનેડાની રાજનીતિમાં ખાલિસ્તાની દળોને ઘણી જગ્યા આપવામાં આવી છે. અને તેમને સંબંધોને નુકસાન પહોંચાડતી ગતિવિધઓમાં જોડાવવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. મને લાગે છે કે આ ન તો ભારતના હિતમાં છે કે ન તો કેનેડાના હિતમાં.
ચીનની આક્રમકતાનો સામનો કરવા અભિગમ બદલવાની જરૂર: જયશંકર
ઈન્ટરવ્યૂ દરમિયાન જયશંકરે કહ્યું કે ભારતે પરસ્પર સન્માન, સંવેદનશીલતા અને સામાન્ય હિતોના આધારે ચીન સાથે સંબંધો સ્થાપિત કરવાની જરૂર છે. તેમણે ચીનની આક્રમકતાનો સામનો કરવા માટે ભારતના અભિગમમાં ફેરફારની વાત કરી હતી. તેમણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા ચીનને લઈને બનાવવામાં આવેલી નીતિઓની પણ ટીકા કરી હતી.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારત ચીનની ‘માઇન્ડ ગેમ્સ’માં હારી ગયું છે. આના પર તેમણે કહ્યું, ‘મને નથી લાગતું કે અમે હારી ગયા. પરંતુ જુદા જુદા સમયે જ્યારે આપણે આજે ભૂતકાળના ભાગો વિશે વાત કરીએ છીએ, ત્યારે તેમને સમજવું ખૂબ મુશ્કેલ છે. પંચશીલ કરાર આવું જ બીજું ઉદાહરણ છે. તેમણે કહ્યું, ‘આત્મવિશ્વાસ અને ખાતરીની ભૂમિકા એ આપણી બહુ જૂની સભ્યતા છીએ. આ બધી બાબતો આપણા વર્તનમાં છે. એટલું જ નહીં, પરંતુ તે આપણી સ્થિતિ અને અન્ય દેશો સાથે આપણે જે રીતે સંપર્ક કરીએ છીએ તે પ્રમાણે હોવું જોઈએ.
આ પણ વાંચો: ભારત અને પાકિસ્તાને એકબીજાને પોતાના પરમાણુ મથકો- સુવિધાઓની યાદી આપી