ગુજરાત

ગુજરાતમાં એલિજીબલ થયાના કલાકોમાં જ પ્રમોશન, સ્ટેટ કેડરોમાં ભેદભાવ થયાની ચર્ચા શરૂ

  • એક પછી એક એમ કુલ ચાર નોટિફિકેશનો પ્રસિધ્ધ થયા
  • સચિવાલય કેડરમાં 2023 પછી પણ સેક્શન ઓફિસરમાંથી ઉપસચિવના પ્રમોશન થયા નથી
  • પ્રમોશનોને લઈને ભેદભાવ થઈ રહ્યાનો ભાવ પ્રગટ થયો

ગુજરાતમાં એલિજીબલ થયાના કલાકોમાં જ પ્રમોશન મળતા સ્ટેટ કેડરોમાં ચર્ચા શરૂ થઇ છે. જેમાં GAS સહિતની અનેક સ્ટેટ કેડરોને GADએ બે વર્ષ લટકાવી રાખ્યા હતા. ત્યારે હારિત શુક્લા, અજય ભાદુ યથાસ્થાને અગ્રસચિવ તરીકે પ્રમોટ થયા છે. તેમજ ૩ બેચના 23 IASની સિનિયોરિટી વધી છે.

આ પણ વાંચો: ગુજરાતના 14 જિલ્લામાં સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બન્યા 

એક પછી એક એમ કુલ ચાર નોટિફિકેશનો પ્રસિધ્ધ થયા

ગુજરાત સરકારે વર્ષ 2024ના આરંભે સોમવારની સવારે જે IAS ઓફિસરો પ્રમોશન, સિનિયર સ્કેલ માટે એલિજીબલ થતા તેવી પાંચ પૈકી ચાર બેચને સચિવાલયમાં કચેરી ખુલ્યાના કલાકોમાં જ પ્રમોશન મળી ગયા હતા. સામાન્ય વહિવટ વિભાગ- GADએ સોમવારની બપોરે એક પછી એક એમ કુલ ચાર નોટિફિકેશનો પ્રસિધ્ધ કરતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ-GAS, સચિવાલય સહિતની એકથી વધુ સ્ટેટ કેડરોમાં ભારે કૌતુક સર્જાયુ છે.

આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલને લિકર પરમિટ ભલામણને મંજૂરી આપી થઇ કરોડો રૂપિયાની આવક

સચિવાલય કેડરમાં 2023 પછી પણ સેક્શન ઓફિસરમાંથી ઉપસચિવના પ્રમોશન થયા નથી

GAS કેડરમાં ડેપ્યુટી કલેક્ટરમાંથી એડિશનલ કલેક્ટરના પ્રમોશનની ફાઈલમાં નિર્ણયાત્મક ફાઈલને GADએ બે વર્ષ સુધી લટકાવી રાખ્યા બાદ બે સપ્તાહ પૂર્વે નોટિફિકેશન પ્રસિધ્ધ થયુ હત. સચિવાલય કેડરમાં 2023 પછી પણ સેક્શન ઓફિસરમાંથી ઉપસચિવના પ્રમોશન થયા નથી. આવી તો અસંખ્ય સ્ટેટ કેડરોની સ્થિતિ છે ત્યારે GADના અધિક મુખ્ય સચિવ- ACS કમલ દયાણીની સહીથી સોમવારે સૌથી પહેલા વર્ષ 1999ની બેચના બે IAS અનુક્રમે પ્રવાસન સચિવ હારિત શુક્લા, સેન્ટ્રલ ડેપ્યુટેશન ઉપર રહેલા ડેપ્યુટી ઈલેક્શન કમિશનર તરીકે કાર્યરત અજય ભાદુને યથાસ્થાને અગ્રસચિવ તરીકે પ્રમોશન આપ્યાનું નોટિફિકેશન પ્રસિધ્ધ કર્યુ હતુ.

આ પણ વાંચો: અમદાવાદમાં ઔડા દ્વારા આ વિસ્તારોમાં પ્લોટનું ફરી ઇ-ઓક્શન કરાશે

પ્રમોશનોને લઈને ભેદભાવ થઈ રહ્યાનો ભાવ પ્રગટ થયો

બાદમાં 2015ની બેચના 7 IASને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં, 2011ની બેચના 10 IASને સિલેક્શન ગ્રેડમાં અને 2020ના છ IASને સિનિયર ટાઈમ સ્કેલમાં સમાવેશ કર્યો હતો. સિનિયોરીટીમાં સામેલ કર્યાના ત્રણ અલગ અલગ નોટિફિકેશન પ્રસિધ્ધ કરતા GAS, સચિવાલય, ઈજનેરી સહિતની અનેક સ્ટેટ કેડરોમાં વારંવાર લટકી પડતા અને વિલંબથી થતા પ્રમોશનોને લઈને ભેદભાવ થઈ રહ્યાનો ભાવ પ્રગટ થયો હતો.

Back to top button