ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠુ પડશે, ખેડૂતો માટે ચિંતા વધી

Text To Speech
  • આ વર્ષે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી ગાયબ થઈ
  • 7 થી 10 જાન્યુઆરી વચ્ચે માવઠાની શકયતા છે
  • 8.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યુ

ગુજરાત રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી ગાયબ થઇ છે અને માવઠાની આગાહી સામે આવી છે. ત્યારે અનેક વિસ્તારમાં ઠંડી વચ્ચે માવઠાની શક્યતાઓ છે. તેમજ આજથી અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

આ વર્ષે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી ગાયબ થઈ

મહુવા 14.6 ડિગ્રી, કેશોદ 13.5 ડિગ્રી તાપમાન છે. ગત વર્ષની સરખાણીમાં આ વર્ષે ઠંડી ઓછી અનુભવાઈ રહી છે. આ વર્ષે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી ગાયબ થઈ છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન વચ્ચે 12 ડીગ્રીનો તફાવત જોવા મળ્યો છે.

7 થી 10 જાન્યુઆરી વચ્ચે માવઠાની શકયતા છે

લઘુત્તમ અને મહત્તમ તાપમાન વચ્ચે 12 ડીગ્રીનો તફાવત જોવા મળ્યો છે. તથા 7 થી 10 જાન્યુઆરી વચ્ચે માવઠાની શકયતા છે. અનેક વિસ્તારમાં ઠંડી વચ્ચે માવઠાની શક્યતાઓ છે. આજથી અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જાન્યુઆરી મહિનામાં ઠંડીનો ચમકારો રહેશે. રાજ્યના અનેક વિસ્તારમાં જાન્યુઆરી મહિના દરમિયાન માવઠું થવાની પણ શક્યતાઓ છે. ત્યારે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. તેમાં 14 શહેરોમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું છે. 8.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યુ છે. અમદાવાદમાં તાપમાન 16.2 ,ગાંધીનગરમાં 13.5, ભુજ 12.5 ડિગ્રી તાપમાન, કંડલા 13.7 ડિગ્રી તાપમાન, અમરેલી 12.9 ડિગ્રી તાપમાન, પોરબંદર 13.7 ડિગ્રી, રાજકોટ 12.6 ડિગ્રી તાપમાન , સુરેન્દ્રનગર 14.2 ડિગ્રી તાપમાન રહ્યું છે.

Back to top button