સોનાના ભાવમાં ઘટાડો, સોનું એક અઠવાડિયામાં 4% ઘટ્યું
આ સપ્તાહે સોનાના ભાવમાં એક હજાર રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. સપ્તાહના શરૂઆતના દિવસે સોનાનો ભાવ 52 હજારના આંકડાને પાર કરી ગયો હતો, પરંતુ સપ્તાહના અંત સુધીમાં આ ભાવ ઘટીને 51 હજારની નીચે આવી ગયો છે. ભારતીય બુલિયન માર્કેટમાં આ સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે (8 જુલાઈ)ના રોજ સોનાનો ભાવ 50,877 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આ સપ્તાહના શરૂઆતના દિવસે સોમવારે (4 જુલાઈ) સોનું રૂ. 52,339 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું અને બીજા દિવસે પણ તેમાં વધારો જોવા મળ્યો હતો.
સોનાના ભાવમાં થયો ઘટાડો
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, આ સપ્તાહે મંગળવાર (5 જુલાઈ)ના રોજ સોનું સૌથી મજબૂત હતું. સપ્તાહના બીજા દિવસે સોનું 52,411 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ત્યારથી તેના દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.બુધવારે તે ઘટીને 51,581 થઈ ગયો. ગુરુવારે સોનાનો ભાવ 51 હજારના આંકડાથી પણ નીચે ગયો અને 50 હજાર 871 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. શુક્રવારે સોનાનો ભાવ 50 હજાર 877 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. એકંદરે આ સપ્તાહે સોનું 1482 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે.
8 જુલાઈના રોજ 24 કેરેટ સોનાની કિંમત મહત્તમ 50,853 રૂપિયા હતી
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 8 જુલાઈના રોજ 24 કેરેટ સોનાની કિંમત મહત્તમ 50,853 રૂપિયા હતી. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 50,673 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. જો ગત સપ્તાહની વાત કરીએ તો સોનાના ભાવમાં 828 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો જોવા મળ્યો હતો. 1 જુલાઈના રોજ સોનાનો ભાવ 51,849 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.