15 જાન્યુઆરીએ સૂર્ય દેવનું મહાગોચરઃ ઉથલ પાથલથી બદલાશે ભાગ્ય
- સૂર્યદેવ શુભ હોય ત્યારે વ્યક્તિનો ભાગ્યોદય થાય છે, જ્યારે અશુભ થાય ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે
14 જાન્યુઆરીની મધ્યરાત્રિએ સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય દેવનું વિશેષ સ્થાન છે. સૂર્ય દેવના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓને શુભ તો કેટલાકને અશુભ ફળ પ્રાપ્ત થશે. સૂર્ય દેવ શુભ હોય ત્યારે વ્યક્તિનો ભાગ્યોદય થાય છે, જ્યારે અશુભ થાય ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જાણો સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી શું રહેશે તમામ રાશિઓની હાલત.
મેષ રાશિ
મન પ્રસન્ન રહેશે. કળા કે સંગીતમાં રસ રહેશે. કોઈ જુના મિત્રને મળવાનું થશે. બિઝનેસનો વિસ્તાર થશે. આર્થિક સહયોગ મળશે.
વૃષભ રાશિ
મન પ્રસન્ન રહેશે. નોકરી માટે આપેલા ઈન્ટરવ્યુમાં સફળતા મળશે. નોકરીમાં ઉચ્ચપદની પ્રાપ્તિ થઈ શકે છે. આવકમાં વધારો થશે.
મિથુન રાશિ
મન પરેશાન રહેશે. ક્રોધ અને આવેશના અતિરેકથી બચજો. શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે. કોઈ પોલિટિકલ વ્યક્તિને મળી શકો છો. કપડાં પર ખર્ચા વધશે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકોનું મન પરેશાન રહેશે. આત્મવિશ્વાસમાં કમી આવશે. આરોગ્યનું ધ્યાન રાખજો. ધીરજમાં ઘટાડો થશે. ખર્ચા વધશે.
સિંહ રાશિ
કોઈ પણ મિત્રનું આગમન થઈ શકે છે. નોકરીમાં બઢતીના માર્ગ ખુલશે. શૈક્ષણિક કાર્યો પ્રત્યે સચેત રહેજો. વાહન પર ખર્ચા વધશે.
કન્યા રાશિ
મન અશાંત રહેશે. મનમાંથી ખોટા વિચારો કાઢી નાંખો. સંતાનના આરોગ્યનું ધ્યાન રાખો. ખર્ચા વધશે. પિતા પાસેથી ધન મળી શકે છે.
તુલા રાશિ
સંયમિત રહો. ખોટા ગુસ્સાથી બચો. વાતચીતમાં સંતુલન જાળવો. માતાના આરોગ્યનું ધ્યાન રાખો. પરિવારનો સાથ મળશે. બિઝનેસ પર ધ્યાન આપો.
વૃશ્ચિક રાશિ
સંયમમાં રહો. ગુસ્સો ન કરો. પરિવારનો સાથ મળશે, માતાની હેલ્થનું ધ્યાન રાખજો. બિઝનેસ પર વધુ ધ્યાન આપજો.
ધન રાશિ
વાણીમાં મધુરતા રહેશે. બેકારના ગુસ્સાથી દૂર જ રહેજો. બિઝનેસમાં પરિવર્તિનના યોગ છે. કોઈ બીજા સ્થાન પર, પરિવારથી દૂર જઈ શકો છો. ખર્ચા વધશે.
મકર રાશિ
મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસમાં કમી આવશે. વાતચીતમાં સંયમ રાખજો. બિઝનેસનો વ્યાપ વધશે. મતા-પિતા પાસેથી ધન મળી શકે છે. લાભના અવસર મળશે.
કુંભ રાશિ
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. મનમાં નકારાત્મક વિચારોથી બચો. સંયમિત રહો. પરિવારમાં શાંતિ જાળવી રાખો. બિઝનેસમાં ઉતાર-ચઢાવ આવશે.
મીન રાશિ
મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. માનસિક શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કરો. પરિવારનો સાથ મળશે અને બિઝનેસ વધશે.
આ પણ વાંચોઃ શનિ-ગુરુની કમાલઃ 2024ની શરૂઆત આ રાશિઓ માટે વરદાન