ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

વોટ્સએપે બદલી તેની પૉલિસી, કરોડો એન્ડ્રોઈડ યુઝરનું ટેન્શન વધ્યું

Text To Speech
  • ગૂગલના આ નવા પૉલિસી અપડેટ પછી યુઝર્સે તેમની વોટ્સએપ ચેટનું બૅકઅપ ગૂગલ ડ્રાઇવના ડેડિકેટેડ સ્ટોરેજમાં રાખવું પડશે

HD ન્યૂઝ ડેસ્ક, 01 જાન્યુઆરી: વર્ષ બદલાતાની સાથે જ અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે, ત્યારે હવે WhatsAppએ પણ તેના કરોડો એન્ડ્રોઈડ યુઝરનું ટેન્શન વધાર્યું છે. WhatsApp વપરાશકર્તાઓના બેકઅપને હવે Google ડ્રાઇવ સ્ટોરેજમાં સાચવવામાં આવશે. કંપનીએ પોતાની પોલિસીમાં આ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. ગયા મહિને જ કંપનીએ જાહેરાત કરી હતી કે WhatsApp બેકઅપ માટે મફત Google સ્ટોરેજ સેવા 2024 ની શરૂઆતથી જ બંધ થઈ જશે. જોકે કંપનીએ હજુ સુધી આ માટે કોઈ ચોક્કસ તારીખ નક્કી કરી નથી. ઘણા બીટા વપરાશકર્તાઓમાં આ ફેરફાર થયા છે. WhatsApp બેકઅપ હવે ગૂગલ ડ્રાઇવની ખાલી જગ્યાનો ઉપયોગ કરી રહ્યું છે.

એન્ડ્રોઇડ યુઝર્સ માટે ટેન્શન વધશે

અત્યાર સુધી Android વપરાશકર્તાઓના WhatsApp બેકઅપ માટે Google ડ્રાઇવના સ્ટોરેજનો ઉપયોગ નથી થઈ રહ્યો પરંતુ હવે વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ પુષ્ટિ કરી છે કે આ ફેરફાર 2024ના પહેલા છ મહિનામાં તમામ એન્ડ્રોઈડ યુઝર્સ માટે જોઈ શકાશે. જો કે આ માટે WhatsApp દ્વારા 30 દિવસ પહેલા એક સૂચના આપવામાં આવશે, જે એપ્લિકેશનના ચેટ બેકઅપ સેટિંગ્સના બેનર પર દેખાશે. જે વપરાશકર્તાઓ પાસે Google ડ્રાઇવમાં ખાલી જગ્યા ઉપલબ્ધ નથી તેઓ વૈકલ્પિક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે, જેમાં ડાયરેક્ટ ટ્રાન્સફર અને ટેક્સ્ટ-ઓન્લી બેક-અપનો સમાવેશ થાય છે.

આ ઉપાયોથી તમને રાહત મળશે

ડાયરેક્ટ ટ્રાન્સફર એ બિલ્ટ-ઇન WhatsApp ચેટ ટ્રાન્સફર ટૂલ છે જે એન્ડ્રોઇડ યુઝરના ડેટાને નવા ઉપકરણ પર સ્થાનાંતરિત કરે છે. આ માટે બંને ઉપકરણો એક જ Wi-Fi નેટવર્ક સાથે જોડાયેલા હોવા જોઈએ. આ ટ્રાન્સફર માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટી જરૂરી નથી. વપરાશકર્તાઓ તેમના WhatsApp ચેટમાંથી ફક્ત ટેક્સ્ટ સંદેશાઓનું જ બેકઅપ લઈ શકે છે. યુઝર્સે મીડિયા ફાઇલોને બહાર રાખવી પડશે, જેથી ગૂગલ ડ્રાઇવ સ્ટોરેજનો ઓછો ઉપયોગ કરી શકાય.

  • મેટાની આ નવી પોલિસીના કારણે એન્ડ્રોઇડ યુઝર્સે પણ iPhone યુઝર્સની જેમ WhatsApp બેકઅપ માટે ક્લાઉડ સ્ટોરેજમાં ડેડિકેટેડ સ્પેસનો ઉપયોગ કરવો પડશે.

આ પણ વાંચો: 2024: નવા વર્ષની સાથે-સાથે દેશમાં થશે આ ફેરફાર, તમને શું થશે અસર?

Back to top button