ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષ

ડેનમાર્કનાં મહારાણી માર્ગ્રેથ-II રાજગાદી છોડશે, પુત્ર ફ્રેડરિક ઉત્તરાધિકારી

Text To Speech
  • મહારાણી માર્ગ્રેથ દ્વિતીયના પુત્ર અને ક્રાઉન પ્રિન્સ ફ્રેડરિક ગાદી પર બેસશે
  • PM ફ્રેડરિકસને ફરજ પ્રત્યેના લાંબાગાળાના સમર્પણ બદલ મહારાણીનો આભાર માન્યો

ડેનમાર્ક, 1 જાન્યુઆરી : ડેનમાર્કનાં મહારાણી માર્ગ્રેથ દ્વિતીયએ(Queen Margrethe II) રાજગાદી છોડવાની જાહેરાત કરી છે. 52 વર્ષ સુધી ડેનમાર્કનાં મહારાણી તરીકે શાસન કરનાર માર્ગ્રેથ-II 14 જાન્યુઆરીએ પદ છોડશે. મહારાણીએ નવા વર્ષની પૂર્વ સંધ્યા એટલે કે રવિવારે આ નિર્ણય લીધો હતો. જેથી હવે મહારાણીના પુત્ર અને ભાવિ રાજા ક્રાઉન પ્રિન્સ ફ્રેડરિક(Crown Prince Frederik) રાજગાદી સંભાળશે. ડેન્માર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસને ફરજ પ્રત્યેના તેમના લાંબાગાળાના સમર્પણ બદલ મહારાણી માર્ગ્રેથ-IIનો આભાર માન્યો હતો.

 

મહારાણીએ લાઇવ ટીવી પર શાસન છોડવાની કરી જાહેરાત

મહારાણીએ નવા વર્ષની પૂર્વસંધ્યાએ ટીવી પર તેમનાં ઉદ્દબોધન દરમિયાન આ જાહેરાત કરી હતી. તે યુરોપમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર મહારાણી છે. તેમના પછી તેમના પુત્ર ક્રાઉન પ્રિન્સ ફ્રેડરિક આવશે. 83 વર્ષીય મહારાણી માર્ગ્રેથ દ્વિતીય તેમના પિતા રાજા ફ્રેડરિક-X(King Frederik X)ના મૃત્યુ બાદ 14 જાન્યુઆરી, 1972ના રોજ 31 વર્ષની ઉંમરે સિંહાસન પર બિરાજમાન થયાં હતાં.

મહારાણી માર્ગ્રેથ દ્વિતીયએ રચ્યો ઇતિહાસ  

સપ્ટેમ્બર 2022માં બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના મૃત્યુ પછી મહારાણી માર્ગ્રેથ દ્વિતીય યુરોપમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર મહારાણી બની છે. જેથી ડેનિશ વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેને ફરજ પ્રત્યેના તેમના લાંબા ગાળાના સમર્પણ બદલ મહારાણીનો આભાર માન્યો હતો.

ભાવિ રાજા અને ક્રાઉન પ્રિન્સ ફ્રેડરિકે વર્ષ 2022માં એક ભાષણમાં કહ્યું હતું કે ‘સમય આવશે ત્યારે હું દેશ સંભાળીશ.” ત્યારે પ્રિન્સ ફ્રેડરિકે તેમની માતા તરફ ઈશારો કરીને કહ્યું હતું કે, ‘જે રીતે તમે તમારા પિતાને અનુસર્યા હતા તે રીતે હું પણ તમને અનુસરીશ.’ પરંતુ તે સમયે કોઈને ખબર ન હતી કે આ સમય જલ્દી આવશે, તેમ ન્યૂઝ એજન્સી AFP ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

આ પણ જુઓ :હોંગકોંગથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, પ્રવાસીઓ ગભરાયા

Back to top button