ટ્રેન્ડિંગવર્લ્ડ

હોંગકોંગથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, પ્રવાસીઓ ગભરાયા

Text To Speech

મુંબઈ (મહારાષ્ટ્ર), 01 જાન્યુઆરી, 2025: કેથે પેસિફિક ફ્લાઈટ હોંગકોંગથી મુંબઈ માટે ટેકઓફ થઈ હતી પરંતુ અચાનક તેને બેંગકોક ડાયવર્ટ કરવી પડી હતી. એરલાઈન્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર આ એક મુસાફરની મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઈટનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરલાઈને જણાવ્યું હતું કે પેસેન્જર અને તેના પરિવારને બેંગકોકમાં ઉતારવામાં આવ્યા હતા અને પ્લેન ફરી એકવાર તેના ગંતવ્ય માટે ઉપડ્યું હતું.

એરલાઈને કહ્યું, ‘મેડિકલ ઈમરજન્સીના કારણે હોંગકોંગથી મુંબઈ આવી રહેલી CX663ને બેંગકોક તરફ વાળવામાં આવી હતી. કેથે પેસિફિક ટીમે બેંગકોકમાં ઓપરેશન ટીમનો સંપર્ક કર્યો અને ખાતરી કરી કે તબીબી કટોકટી ધરાવતા પેસેન્જરને આગમન પર યોગ્ય તબીબી સહાય મળે. પેસેન્જર અને તેના પરિવારને બેંગકોકમાં ઉતાર્યા પછી, પ્લેન મુંબઈ માટે ઉપડ્યું હતું.

ઈમરજન્સી લેન્ડિંગ કરાતા પ્રવાસીઓ ગભરાયા

કેથે પેસિફિક ટીમે બેંગકોકમાં એરપોર્ટ ઓપરેશન ટીમ સાથે સંકલન કર્યું. ત્યારબાદ પેસેન્જરને એરપોર્ટ પર તરત જ તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પેસેન્જર અને તેના પરિવારને બેંગકોકમાં ઉતારવામાં આવ્યા હતા.  જો કે, પેસેન્જર સારવાર મળ્યા બાદ તબિયતમાં સુધાર જોવા મળ્યો હતો. બીજી તરફ, ઈમરજન્સી લેન્ડિંગ કરતાં બીજા પ્રવાસીઓ પણ ગભરાયા હતા.

આ પણ વાંચો: બિહાર સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે પોલીસની ગુંડાગર્દી

Back to top button