- 3 અને 4 જાન્યુઆરીએ આરબ સાગર સિસ્ટમ સક્રિય થશે
- રાજ્યમાં 7 થી 10 જાન્યુઆરી વચ્ચે પણ કમોસમી વરસાદ થશે
- જાન્યુઆરીમાં દેશના 75 ટકા ભાગોમાં કમોસમી વરસાદ થશે
નવા વર્ષની શરુઆતમાં જ ઠંડીમાં આંશિક વધારો થયો છે. ત્યારે અંબાલાલ પટેલે જાન્યુઆરીમાં વરસાદની આગાહી કરી છે. બીજી બાજુ 14 અને 15 જાન્યુઆરીના ઉત્તરાયણ પર હવામાન કેવું રહેશે તેમાં જણાવ્યું કે, ઉત્તરાયણ ઉપર પણ ઠંડા પવનો ફૂંકાશે પરંતુ રાજ્યમાં રાજ્યમાં 7 થી 10 જાન્યુઆરી વચ્ચે પણ કમોસમી વરસાદ થશે.
જાન્યુઆરીમાં દેશના 75 ટકા ભાગોમાં કમોસમી વરસાદ થશે
જાન્યુઆરીમાં દેશના 75 ટકા ભાગોમાં કમોસમી વરસાદ થશે. તેમજ આરબમાં સાગરના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થશે. તેમજ નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. કંડલા અને ભુજમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તેમજ રાજકોટ અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન, ડિસામાં પણ 14 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી, અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
3 અને 4 જાન્યુઆરીએ આરબ સાગર સિસ્ટમ સક્રિય થશે
નવા વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે વર્ષ-2024 નું હવામાન દેશ દુનિયા અને ગુજરાત માટે કેવું રહેશે તેના અંગે હવમાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું કે, વિશ્વના કેટલાક ભાગોમાં ભારે ચક્રવત સર્જાશે. જ્યારે રાજ્યમાં જાન્યુઆરી – ફેબ્રુઆરીમાં ભારે ફેરફાર આવશે. આ સાથે જ રાજ્ય અંગે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આરબમાં સાગરના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થશે. જેમાં 3 અને 4 જાન્યુઆરીએ આરબ સાગર સિસ્ટમ સક્રિય થશે.