અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વેલકમ 2024 : દેશભરમાં લોકોએ ઉજવણી સાથે નવા વર્ષનું કર્યું સ્વાગત

  • ભારત સહિત અન્ય દેશોમાં લોકોએ નવા વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરી
  • જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં નવા વર્ષની ઉજવણી માટે પંડાલો સજાવવામાં આવ્યા
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષની દેશવાસીઓને પાઠવી શુભકામના

નવી દિલ્હી- 1 જાન્યુઆરી, 2024 : ભારત સહિત અન્ય દેશોમાં રાત્રે 12 વાગ્યે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે. જેમાં દેશના ઘણા ભાગોમાં લોકો ઉજવણીના મૂડમાં જોવા મળ્યા હતા અને નવા વર્ષની ઉજવણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષની દેશવાસીઓને શુભકામના પાઠવતા કહ્યું કે, “બધાને ભવ્ય 2024ની શુભેચ્છાઓ! આ વર્ષ બધા માટે સુખ-સમૃદ્ધિ, શાંતિ અને અદ્ભુત સ્વાસ્થ્ય લઈને આવે.” દેશભરમાં દરેક જગ્યાએ પાર્ટીઓ કરવાં આવી હતી. લોકોએ નવા વર્ષનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં નવા વર્ષની ઉજવણી માટે પંડાલો સજાવવામાં આવ્યા હતા. જેને લઈને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વર્ષના અંતિમ દિવસે 31મી ડિસેમ્બરે મંદિરોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. કડકડતી ઠંડી છતા લોકો ઘરની બહાર નિકળ્યા હતા. બીજી તરફ 31મી ડિસેમ્બરે વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર ભવ્ય ગંગા આરતી કરવામાં આવી હતી.

 

 

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ, ગુજરાતના સુરતમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજકોટના અમરેલી ગામ નજીક કેન્સર હોસ્પિટલ માટે ભંડોળ એકત્ર કરવા લોક ગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખોડલધામ કેન્સર હોસ્પિટલ 21 જાન્યુઆરી, 2024 સુધીમાં શરૂ થશે. જ્યારે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શિમલાના મોલ રોડ ખાતે નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણીમાં હાજરી આપી હતી. હિમાચલ પ્રદેશમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે શિમલાના મોલ રોડ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તો ચેન્નાઈના ઈન્ટરનેશનલ એરપોર્ટને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રોશનીથી શણગારવામાં આવ્યું હતું.

 

 

 

 

જમ્મુ અને કાશ્મીરમાં 2023ના અંતિમ દિવસે શ્રી માતા વૈષ્ણો દેવીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કટરા પહોંચ્યા હતા. જ્યારે હિમાચલ પ્રદેશના શિમલામાં નવા વર્ષની ઉજવણી માટે લોકોની ભીડ ઉમટી હતી. ઉત્તર પ્રદેશના વારાણસીમાં દશાશ્વમેધ ઘાટ ખાતે વર્ષના અંતિમ દિવસે ભવ્ય આરતી કરવામાં આવી હતી. જ્યારે ઉત્તરાખંડના ઋષિકેશમાં પરમાર્થ નિકેતન આશ્રમમાં લોકોએ ગંગા આરતી કરી હતી.

 

 

ખાટુ શ્યામજીના દરબારમાં ભક્તોની ભીડ

વર્ષના અંતિમ દિવસે સીકરના ખાટુશ્યામજીના દરબારમાં ભક્તોનું પૂર ઊમટ્યું હતું. બાબાના દર્શન કરીને ભક્તોએ વર્ષ 2023ને અલવિદા કહ્યું હતું અને 2024 શુભ રહે તેવી લોકો પ્રાર્થના કરી હતી. બાબા શ્યામના મંદિર પરિસરમાં ભગવાન કૃષ્ણની સુંદર ઝાંખી સજાવવામાં આવી હતી. રાજધાની દિલ્હીમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાથી પ્રસિદ્ધ કાલકાજી મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. ભક્તો લાંબી કતારો લગાવીને મંદિરે પહોંચ્યા હતા.

આ પણ જુઓ :અયોધ્યા માટેની તમામ ફ્લાઈટનું શેડયુએલ જાહેર

Back to top button