ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

હોકી વિશ્વકપ માટે ભારતીય મહિલા અને પુરુષ ટીમોની જાહેરાત

  • FIH હોકી ફાઇવ્સ વર્લ્ડ કપ 2024 ઓમાન (મસ્કત)માં રમાશે. આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમોની જાહેરાત કરવામાં આવી

મુંબઈ, 31 ડિસેમ્બર: Hockey India એ ઓમાસ (મસ્કત)માં યોજાનાર આગામી FIH હોકી ફાઈવ્સ્સ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. હોકી ફાઇવ્સ વિમેન્સ વર્લ્ડ કપ 24 થી 27 જાન્યુઆરી દરમિયાન યોજાશે જ્યારે પુરુષોની સ્પર્ધા 28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રમાશે.

હોકી ફાઈવ્સ વર્લ્ડ કપ માટે ટીમોની જાહેરાત

સિમરનજીત સિંહ અને રજની ઇતિમાર્પુ હોકી ફાઇવ્સ વર્લ્ડ કપ માટે અનુક્રમે પુરૂષ અને મહિલા ટીમનું નેતૃત્વ કરશે. ડિફેન્ડર મહિમા ચૌધરી અનુભવી ગોલકીપર રજનીને મદદ કરવા માટે વાઇસ-કેપ્ટન હશે જ્યારે મનદીપ મોર પુરૂષ ટીમના વાઇસ-કેપ્ટન હશે. બંસરી સોલંકી મહિલા ટીમમાં બીજી ગોલકીપર હશે જ્યારે અક્ષતા આબાસો ઠેકલે અને જ્યોતિ છત્રી ડિફેન્ડર હશે. મિડફિલ્ડરમાં મારિયાના કુજુર અને મુમતાઝ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે અઝમિના કુજુર, રૂતાજા દાદાસો પિસાલ અને દીપિકા સોરેંગ ફોરવર્ડ હશે.

 

ભારતીય મહિલા ટીમ આ ટીમો સામે ટકરાશે

ભારતીય મહિલાઓને નામીબિયા, પોલેન્ડ અને યુએસએ સાથે પૂલ Cમાં રાખવામાં આવી છે. હોકી ફાઇવ્સ વિમેન્સ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લેશે જેમાં પૂલ Aમાં ફિજી, મલેશિયા, નેધરલેન્ડ અને યજમાન ઓમાનનો સમાવેશ થાય છે જ્યારે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, યુક્રેન અને ઝામ્બિયા પૂલ Bમાં છે. પૂલ ડીમાં ન્યુઝીલેન્ડ, પેરાગ્વે, થાઈલેન્ડ અને ઉરુગ્વેનો સમાવેશ થાય છે. કોચ સૌંદર્યએ હોકી ઈન્ડિયાની એક પ્રેસ રીલીઝમાં જણાવ્યું હતું કે ટીમમાં એવા યુવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમની પાસે પૂરતો આંતરરાષ્ટ્રીય અનુભવ છે અને હોકી ફાઈવ્સ વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં રમવાના પડકારોની સમજ છે.

ભારતીય પુરુષ ટીમ આ ટીમો સામે ટકરાશે

ભારતને પૂલ Bમાં રાખવામાં આવ્યું છે અને તેને નોકઆઉટ રાઉન્ડમાં સ્થાન મેળવવા માટે ઇજિપ્ત, જમૈકા અને સ્વિટ્ઝર્લેન્ડ સામે રમવું પડશે. પૂલ Aમાં નેધરલેન્ડ, નાઇજીરીયા, પાકિસ્તાન અને પોલેન્ડનો સમાવેશ થાય છે. પૂલ Cમાં ઓસ્ટ્રેલિયા, કેન્યા, ન્યૂઝીલેન્ડ, ત્રિનિદાદ અને ટોબેગોનો સમાવેશ થાય છે, જ્યારે પૂલ Dમાં ફિજી, મલેશિયા, ઓમાન અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: વિદાય 2023 : ભારત માટે રમત-ગમત ક્ષેત્રે આ વર્ષ સાબિત થયું ગોલ્ડન વર્ષ

Back to top button