ટ્રેન્ડિંગસ્પોર્ટસ

વિદાય 2023 : ભારત માટે રમત-ગમત ક્ષેત્રે આ વર્ષ સાબિત થયું ગોલ્ડન વર્ષ

હમ દેખેગેં ન્યૂઝ ડેસ્ક (અમદાવાદ) 31 ડિસેમ્બર: 2023: ભારતએ વર્ષ 2023 દરમિયાન વિવિધ રમતોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે આ વર્ષે અનેક સફળતાઓ મેળવી છે. જેમાં આજે એશિયન ગેમ્સ અને એશિયન પેરાગેમ્સ તેમજ નેશનલ ગેમ્સ પર કરીએ એક નજર…

37મી નેશનલ ગેમ્સનું કરવામાં આવ્યું હતું આયોજન

આ 2023 માં 37મી નેશનલ ગેમ્સએ 25 ઓક્ટોમ્બરથી લઈને 9 નવેમ્બર સુધી લગભગ 37 ટીમો અને 10000 કરતા વધારે રમતવીરોએ ભાગ લીધો હતો.જેમાં કુલ Sport 43 હતા.

નેશનલ ગેમ્સ 99 વર્ષ જૂની ટુર્નામેન્ટ

આ નેશનલ ગેમ્સ એ 99 વર્ષ જૂની રમત છે, પરંતુ તે ક્યારેય સતત રમવામાં આવી નથી. પ્રથમ વખત તેનું આયોજન 1924માં લાહોરમાં કરવામાં આવ્યું હતું.

ગોવામાં કરવામાં આવ્યું પહેલી વાર આયોજન

આ નેશનલ ગેમ્સનું ગોવામાં પહેલી વાર આયોજન કરવામાં આવ્યું હતું. આ ગેમ્સમાં 28 રાજ્યો, આઠ કેન્દ્રશાસિત પ્રદેશો અને Services Sports Control Board (SSCB) ના ખેલાડીઓએ ભાગ લીધો હતો.

આ વખતે મિની ગોલ્ફ સહિતની રમતનો કરવામાં આવ્યો સમાવેશ

2023માં Sqay Martial Arts, Rollball, Sepaktakraw, Kalaripayattu, Pencak Silat And Mini Golf નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

SSCB છેલ્લી ચાર આવૃત્તિઓમાં રહી છે પહેલા સ્થાને

આ રમતમાં SSCB એટલે ( Services Sports Control Board ) છેલ્લી ચાર આવૃત્તિઓમાં પ્રથમ રહેલી SSCB આ વર્ષે 66 ગોલ્ડ, 27 સિલ્વર અને 33 બ્રોન્ઝ મેડલ સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. હરિયાણા 62 ગોલ્ડ, 55 સિલ્વર અને 75 બ્રોન્ઝ સાથે સ્ટેન્ડિંગમાં ત્રીજા સ્થાને રહ્યું હતું.

મહારાષ્ટ્ર રહ્યું ટોચ પર

નેશનલ ગેમ્સમાં મહારાષ્ટ્રએ મેડલ ટેલીમાં ટોપ પર રહ્યું હતું.જેમાં મહારાષ્ટ્રને 80 ગોલ્ડ,69 સિલવર,79 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. મહારાષ્ટ્ર છેલ્લે 1994માં નેશનલ ગેમ્સ મેડલ ટેબલમાં ટોચ પર રહ્યું હતું. જેમાં ગુજરાતએ 8 ગોલ્ડ, 2 સિલવર,19 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. જેમાં 2023માં ગુજરાત 17માં સ્થાને રહ્યું હતું. જેમાં 08 ગોલ્ડ,02સિલવર,21 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. નેશનલ ગેમ્સ 2023માં 29 જેટલી ટીમોએ ઓછામાં ઓછો એક ગોલ્ડ મેડલ જીત્યો હતો.

શ્રેષ્ઠ પુરૂષ રમતવીર તેમજ શ્રેષ્ઠ મહિલા રમતવીરના નામ

આ વખતે ઓલિમ્પિક સ્વિમર શ્રીહરિ નટરાજ ( 8 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ) શ્રેષ્ઠ પુરૂષ રમતવીર તરીકે જાહેર કરવામાં આવ્યા જ્યારે જિમ્નાસ્ટ સંયુક્તા પ્રસેન કાલે અને પ્રણતિ નાયક (04 ગોલ્ડ,01સિલ્વર) 37મી રાષ્ટ્રીય રમતોના સંયુક્ત-શ્રેષ્ઠ મહિલા રમતવીર તરીકે જાહેર થયા હતા.

પ્રિયંકા ગોસ્વામી (20 કિમી રેસ વોક), જ્યોતિ યારાજી (100 મીટર હર્ડલ્સ),ઐશ્વરી પ્રતાપ સિંહ તોમર (50 મીટર રાઇફલ 3P, 10 મીટર એર રાઇફલ), નેશનલ ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીતનારા ટોચના નામોમાં સામેલ હતા.

એશિયન ગેમ્સ 2023 યોજાઈ ચીનમાં

19th એશિયન ગેમ્સ 2023એ આ વખતે ચીનના હાંગઝોઉમાં યોજાઈ હતી. આ ટુર્નામેન્ટ 23 સપ્ટેમ્બર થી 8 ઓક્ટોબર સુધી ચાલી હતી. જેમાં ચીને અરુણાચલના ખેલાડીઓને પ્રવેશ ન આપતા વિવાદ પણ સર્જાયો હતો.

એશિયન ગેમ્સ 2023માં 100થી વધારે મેડલ જીતીને ભારતે રચ્યો ઈતિહાસ

એશિયન ગેમ્સમાં ભારતે આ વર્ષે 107 મેડલ જેમાં ભારતે 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલ જીતીને ભારતે ઈતિહાસ રચી દીધો હતો.

નીરજ ચોપરા બન્યો ગોલ્ડ મેડલ વિજેતા

નીરજ ચોપરાએ ભારતના અગ્રણી એથ્લેટ તરીકે તેમણે હાંગઝોઉ એશિયન ગેમ્સ 2023માં ઉચ્ચતમ સ્તરના શ્રેષ્ઠ થ્રોનું પ્રદર્શન કર્યું હતું. તેણે 88.88 મીટર થ્રો કરીને ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું.

એશિયન ગેમ્સમાંથી બહાર થઇ હતી સાક્ષી મલિક અને સંગીતા ફોગાટ 

આ ગેમ્સમાં સાક્ષી મલિક અને સંગીતા ફોગાટએ WFIના વિવાદ વચ્ચે એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગઈ હતી.અને આ બંનેએ 22 અને 23 જુલાઈના રોજ દિલ્હીમાં યોજાનારી કુસ્તીના પસંદગીના ટ્રાયલ્સને છોડી દેવાનું પસંદ કર્યું હતું.

એશિયન ગેમ્સમાં ભારતે ક્રિકેટ ગેમ્સમાં પણ જીત્યો ગોલ્ડ

ભારતે મેન્સ ક્રિકેટમાં ઋતુરાજ ગાયકવાડના કેપ્ટનશીપમાં અફઘાનિસ્તાન સામે ગોલ્ડ મેડલ તેમજ વુમન્સ ટીમે પણ ક્રિકેટમાં ગોલ્ડ જીત્યો હતો.

22 થી 28 ઓક્ટોબર દરમિયાન યોજાઈ હતી આ ગેમ્સ

ભારતે 22 થી 28 ઓક્ટોબર દરમિયાન હાંગઝોઉમાં આયોજિત એશિયન પેરા ગેમ્સની ચોથી આવૃત્તિમાં તેના 303 એથ્લેટ્સ – 191 પુરૂષો અને 112 મહિલા – મોકલ્યા હતા,જેમાં 2018 દરમિયાન એશિયન પેરા ગેમ્સમાં ભારતે 190 એથ્લેટ મોકલ્યા હતા.

એશિયન પેરા ગેમ્સ 2023 મેડલ ટેલીમાં પણ ભારતે જીત્યા 111 મેડલ

ભારતે એશિયન પેરા ગેમ્સ 2023માં 111 મેડલ – 29 ગોલ્ડ, 31 સિલ્વર અને 51 બ્રોન્ઝ સાથે અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ મેડલ ટેલિ સાથે સમાપ્ત કર્યું.

2023 એશિયન પેરા ગેમ્સમાં તૂટ્યો 2018નો રેકોડ્ર્સ

પેરા ગેમ્સમાં ભારતે 2018માં 15 ગોલ્ડ સહિત 72 મેડલના અગાઉના રેકોર્ડને વટાવીને આ વર્ષે ભારતે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

મેડલ બાબતે ચીન રહ્યું પહેલા સ્થાને

આ મેડલ ટેલીમાં ઈરાન, જાપાન અને રિપબ્લિક ઓફ કોરિયાને પાછળ રાખીને ચીન પહેલા સ્થાને જેમાં 214 ગોલ્ડ,167 સિલવર,140 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. જયારે ભારત આ ટેલીમાં પાંચમાં સ્થાને રહ્યું હતું.

ત્રણ વર્લ્ડ રેકોર્ડ પણ નોધાયા એશિયન પેરા ગેમ્સ 2023માં

આ વર્ષે આ પેરા ગેમ્સમાં આમાંથી બે એથ્લેટિક્સમાં ભાલા ફેંકની શાખામાં આવ્યા હતા. ગુર્જર સુંદર સિંહે પુરુષોના ભાલા ફેંક-F46 શિસ્તમાં 68.60 મીટરના પ્રયાસ સાથે ગોલ્ડ ચંદ્રક જીતીને નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો. જ્યારે સુમિત એન્ટિલે પુરુષોના ભાલા ફેંક-F64માં 73.29 મીટરના પ્રયાસ સાથે નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો. મેન્સ કમ્પાઉન્ડ ટીમે ફાઈનલમાં 158ના સ્કોર સાથે ત્રીજો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

આ પણ વાંચો : વિદાય 2023 : વિરાટના રેકોર્ડથી લઈને વર્લ્ડ કપની હાર સુધીની સફર,જાણો એક કિલકમાં

Back to top button