મ્યાનમારથી ભાગીને 151 સૈનિકો મિઝોરમ આવ્યા, ભારતમાં આશ્રય લેવા મજબૂર
- સશસ્ત્ર બળવાખોર જૂથે હુમલો કરતા સૈનિકો ભાગીને મિઝોરમના લોંગતલાઈ જિલ્લામાં પહોંચ્યા
- મ્યાનમાર સેનાના સૈનિકોને ‘તાતમાદાવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે
નવી દિલ્હી, 31 ડિસેમ્બર : પાડોશી દેશ મ્યાનમાર આ દિવસોમાં અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. આસામ રાઇફલ્સના એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, સશસ્ત્ર બળવાખોર જૂથે લશ્કરી છાવણીઓ પર કબજો મેળવ્યા પછી ઓછામાં ઓછા 151 મ્યાનમાર સૈનિકો મિઝોરમના લોંગતલાઈ જિલ્લામાં ભાગીને આવ્યા છે. મ્યાનમાર સેનાના સૈનિકો, જેને ‘તાતમાદાવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ તેમના શસ્ત્રો સાથે લોંગતલાઈ જિલ્લાના તુઇસેંતલાંગ તરફ ભાગીને આસામ રાઈફલ્સ પાસે પહોંચ્યા હતા જ્યારે શુક્રવારે અરાકાન આર્મીના લડવૈયાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના તેમના કેમ્પ પર કબજો કરવામાં આવ્યો.
According to local media reports, at least 150 Myanmar soldiers have entered Mizoram-Myanmar border Tuisentlang village in Mizoram’s Lawngtlai district on Friday with the intention to surrender to Mizoram Police and the Assam Rifles officials at Parva village. pic.twitter.com/xYBWWNW0p2
— Jon Suante (@jon_suante) December 30, 2023
મ્યાનમારના સૈનિકોએ આસામ રાઈફલ્સ કેમ્પમાં આશ્રય લીધો છે. આસામ રાઈફલ્સના જવાનોએ ઘાયલ થયેલા ઘણા સૈનિકોને પ્રાથમિક સારવાર પણ આપી હતી. વાસ્તવમાં, મ્યાનમારમાં સશસ્ત્ર વંશીય જૂથ દ્વારા સૈનિકો પર હુમલો કરવામાં આવ્યો હતો. સૈનિકોને ટૂંક સમયમાં તેમના દેશમાં પાછા મોકલવામાં આવશે.
અરાકાન આર્મી અને મ્યાનમાર આર્મી વચ્ચે લડાઈ
અધિકારીએ જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય સરહદની નજીકના વિસ્તારોમાં મ્યાનમાર આર્મી અને અરાકાન આર્મીના લડવૈયાઓ વચ્ચે ઉગ્ર ગોળીબાર ચાલી રહ્યો હતો. તે દરમિયાન અરાકાન આર્મી દ્વારા હુમલો કરવામાં આવતા શુક્રવારે મિઝોરમમાં ઘૂસેલા મ્યાનમાર આર્મીના કેટલાક જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને આસામ રાઈફલ્સ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, આ તમામ મ્યાનમાર આર્મી સૈનિકો હવે મ્યાનમાર સરહદ નજીક લોંગતલાઈ જિલ્લાના પર્વમાં આસામ રાઈફલ્સની સલામત કસ્ટડીમાં છે.
સૈનિકોને ફરી મ્યાનમાર પરત મોકલવામાં આવશે
અધિકારીએ કહ્યું કે, મ્યાનમારના સૈનિકોને થોડા દિવસોમાં તેમના દેશમાં પાછા મોકલવામાં આવશે કારણ કે વિદેશ મંત્રાલય (MEA) અને મ્યાનમારની સૈન્ય સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે. નવેમ્બરમાં, કુલ 104 મ્યાનમાર સૈનિકો મિઝોરમ ભાગી ગયા હતા જ્યારે મ્યાનમાર-ભારત સરહદ પરના તેમની લશ્કરી છાવણીઓને લોકશાહી તરફી લશ્કર – પીપલ્સ ડિફેન્સ ફોર્સ (PDF) દ્વારા કબજે કરવામાં આવી. આ પછી, તેમને ભારતીય વાયુસેના દ્વારા મણિપુરના મોરેહમાં એરલિફ્ટ કરવામાં આવ્યા, ત્યાંથી તે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને મ્યાનમારના નજીકના સરહદી શહેર તમુ ગયો પહોંચ્યા.
ફેબ્રુઆરી 2021થી મ્યાનમારના 31 હજાર લોકોએ મિઝોરમમાં લીધો આશ્રય !
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને પણ 29 સૈનિકો મ્યાનમારથી ભાગીને ભારતના મિઝોરમ આવ્યા હતા. પીપલ્સ ડિફેન્સ ફોર્સ (PDF)ના હુમલા બાદ મ્યાનમાર આર્મીના 40 સૈન્ય અધિકારીઓ અને સૈનિકો મિઝોરમમાં ઘૂસી ગયા હતા. બાદમાં ભારતે તેને મ્યાનમાર આર્મીને સોંપી દીધા હતા. ભારત પડોશી દેશ મ્યાનમાર સાથે 1640 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. તે નાગાલેન્ડ અને મણિપુર જેવા ઉત્તર-પૂર્વના રાજ્યો સાથે તેની સરહદ ધરાવે છે. ફેબ્રુઆરી 2021થી મ્યાનમારના 31 હજાર લોકોએ મિઝોરમમાં આશ્રય લીધો છે.
આ પણ જુઓ :ભારત સરકારે કેનેડા સ્થિત બબ્બર ખાલસાના લખબીરસિંહ લેન્ડાને આતંકવાદી કર્યો જાહેર