ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: કબૂતરબાજી કેસમાં અમેરિકા જનાર લોકોના વિઝા મામલે ચોંકાવનારો ખુલાસો

  • ફ્રાન્સમાંથી 303 પેસેન્જર લઈને ઉડેલા ગેરકાયદસર વિમાન મામલે વિવિધ ખુલાસા
  • 66 લોકોની ઓળખ કરીને 30 લોકોના નિવેદન લેવામાં આવ્યા
  • ગુજરાત સીઆઈડી ક્રાઈમ દ્વારા મુસાફરોના 7 એજન્ટોના નામ સામે આવ્યા

અમદાવાદ: કબૂતરબાજી કેસમાં અમેરિકા જનાર લોકોના વિઝા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં અમેરિકા જનાર લોકોના દુબઈ સુધીના જ વિઝા હતા. કબૂતરબાજીમાં 7 એજન્ટના નામ સામે આવ્યા છે. તેમજ ટિકિટ પણ એજન્ટો દ્વારા આપવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં વર્ષ 2023માં હૃદયરોગના કેસ જાણી રહેશો દંગ 

ગુજરાત સીઆઈડી ક્રાઈમ દ્વારા મુસાફરોના 7 એજન્ટોના નામ સામે આવ્યા

આ મામટે ગુજરાત સીઆઈડી ક્રાઈમ દ્વારા મુસાફરોના 7 એજન્ટોના નામ સામે આવ્યા છે. જેમના દ્વારા ટિકિટ પણ કઢાવવામાં આવી હોવાની વિગતો આપવામાં આવી છે. જેના માટે સીઆઈડી ક્રાઈમ દ્વારા દુબઈ સરકાર પાસેથી પણ માહિતી માંગી છે. જ્યારે મુસાફરો દુબઈથી આગળનો પ્રવાસ કેવી રીતે કરવાના હતા તેના અંગે પણ તપાસ ચાલી રહી છે. ફ્રાન્સમાં તાજેતરમાં 303 ભારતીય પેસેન્જર સાથેનું નિકારાગુઆ જતું વિમાન અટકાવાતા પ્રકાશમાં આવેલા માનવ તસ્કરીના નેટવર્ક મામલે ગુજરાત પોલીસે માસ્ટર માઇન્ડ્સને પકડવા માટે કમર કસી છે. આ કેસમાં પેસેન્જરોએ સાઉથ અમેરિકાથી અમેરિકાની દક્ષિણ બોર્ડર સુધી પહોંચવામાં મદદ માટે એજન્ટોને રૂ. 40 લાખથી 1.25 કરોડ સુધીની રકમ ચૂકવી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતની ઠંડીમાં ઘટાડો, જાણો કયા શહેરમાં સૌથી ઓછું તાપમાન રહ્યું 

66 લોકોની ઓળખ કરીને 30 લોકોના નિવેદન લેવામાં આવ્યા

તાજેતરમાં ફ્રાન્સમાંથી 303 પેસેન્જર લઈને ઉડેલા ગેરકાયદસર વિમાન મામલે વિવિધ ખુલાસા સામે આવી રહ્યા છે. જેમાં અગાઉ એજન્ટો દ્વારા રૂ. 40 લાખથી 1.25 કરોડ સુધીની રકમ ચૂકવી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યાં હવે તપાસ દરમિયાન અમેરિકા સુધી જનાર લોકો પાસે માત્ર દુબઈ સુીધાન જ વિઝા હોવાનું સામે આવ્યું છે. ફ્રાન્સથી કબૂતર બાજીમાં પકડાયેલા 66 લોકોની ઓળખ કરીને 30 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. જેમાં પેસેન્જરો કેવી રીતે અને ક્યાં સુધીની ટિકિટો લીધી હતી તેના અંગેની માહિતી ગુજરાત સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં અગાઉ કરોડો રૂપિયા પેસેન્જર દ્વારા આપવામાં આવ્યા હોવાની વિગતો બાદ સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં પેસેન્જરો પાસે દુબઈ સુધીના જ વિઝા હોવાની વિગતો મળી રહી છે.

Back to top button