ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલયુટિલીટીવિશેષ

ધુમ્મસને કારણે દર વર્ષે સરેરાશ 18 હજાર મૃત્યુ; યુપી-બિહારમાં સૌથી વધુ

  • ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મૃત્યુ ઉત્તર પ્રદેશમાં થયા, આ પછી બિહાર, મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં વધુ મૃત્યુ નોંધાયા

નવી દિલ્હી, 30 ડિસેમ્બર: ઉત્તર ભારતમાં આ સમયે ભારે ઠંડી પડી રહી છે. જમ્મુ-કાશ્મીરથી લઈને દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ સુધી આકાશમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. અહીં હવામાન માત્ર સવારે કે રાત્રે જ નહીં પરંતુ દિવસ દરમિયાન પણ ધુમ્મસવાળું જોવા મળે છે. વધારે પડતા ધુમ્મસને કારણે રસ્તાઓ પર વિઝીબિલિટી બહુજ ઘટી જાય છે. આવી સ્થિતિમાં વાહન ચલાવતી વખતે રસ્તા પરની દરેક વસ્તુ ઝાંખી દેખાય છે અને અકસ્માતની સંભાવનાઓ પણ વધી જાય છે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના ડેટા અનુસાર વર્ષ 2022માં ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતને કારણે થયેલા મૃત્યુની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં 9 ટકાનો વધારો થયો છે. 2021માં ધુમ્મસને કારણે માર્ગ અકસ્માતમાં 13,372 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 2022માં આ આંકડો વધીને 14,583 થયો. જોકે, 2018 અને 2019ની સરખામણીમાં આ આંકડો ઓછો છે. ત્યારબાદ અનુક્રમે 28,026 અને 33,602 લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા.

ધુમ્મસના કારણે આ રાજ્યોનો મૃત્યુઆંક વધુ

માર્ગ પરિવહન મંત્રાલયે વર્ષ 2022 માટે નવીનતમ અહેવાલ બહાર પાડ્યો છે. ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મૃત્યુ ઉત્તર પ્રદેશમાં થયા છે. આ પછી બિહાર, મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં વધુ મૃત્યુ નોંધાયા છે.

ધુમ્મસના કારણે આ શહેરોનો મૃત્યુઆંક વધુ

જો માર્ગ પરિવહન મંત્રાલય આપેલ આંકડાઓ જોઈએ તો, ચેન્નાઈ શહેરમાં ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મૃત્યુ (135) નોંધાયા હતા. જ્યારે દિલ્હી 132ની સંખ્યા સાથે સૌથી વધુ મૃત્યુ સાથે બીજા નંબરનું શહેર છે. અમૃતસર અને આગ્રામાં અનુક્રમે 120 અને 102 મૃત્યુ નોંધાયા છે.

શું અન્ય દેશોમાં ધુમ્મસને કારણે આટલા અકસ્માતો થાય છે?

શિયાળાની ઋતુમાં ભારતની જેમ અન્ય દેશો પણ ધુમ્મસમાં છવાયેલા રહે છે પરંતુ ત્યાં આટલા અકસ્માતો નથી થતા અને મૃત્યુ પણ નથી થતા. અન્ય દેશોમાં ધુમ્મસ દરમિયાન વિઝીબિલિટી વધારવા માટે વિવિધ પગલાં લાગુ કરવામાં આવે છે.

વિશ્વનું સૌથી વધુ ધુમ્મસવાળું સ્થળ

ધુમ્મસ સામાન્ય રીતે ફક્ત ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જ આપણને પરેશાન કરે છે, પરંતુ વિશ્વમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં હંમેશા ધુમ્મસ છવાયેલું રહે છે. કેનેડાના ન્યુફાઉન્ડલેન્ડ ટાપુ પાસે ઉત્તર અમેરિકામાં એક સ્થળ છે – ગ્રાન્ડ બેંક્સ. વિશ્વમાં સૌથી વધુ ધુમ્મસ અહીં જોવા મળે છે. આ સિવાય ચિલીના અટાકામા કોસ્ટ, સ્વિટ્ઝર્લેન્ડના સેન્ટ્રલ પ્લેટુ, ઇટાલીની પો વેલી, આફ્રિકાના નામિબ ડેઝર્ટ અને એટલાન્ટિક કિનારે આવેલા મિસ્ટેક આઇલેન્ડમાં આખો સમય ધુમ્મસ છવાયેલો રહે છે.

આ પણ વાંચો: વિદાય 2023: 70 વર્ષમાં માઉન્ટ એવરેસ્ટ પર આટલા ભારતીયોએ લહેરાવ્યો ત્રિરંગો

Back to top button