ઉત્તર ગુજરાતગુજરાત

ડીસામાં થયેલી બેઠકમાં ભાજપનો લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી બનાસકાંઠા બેઠક જીતવાનો લક્ષ્યાંક

Text To Speech

ડીસા, 29 ડિસેમ્બર 2023, બનાસકાંઠા જિલ્લા ભાજપના નવું માળખું રચાયા બાદ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની પ્રથમ બેઠક ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંક નાયકના અધ્યક્ષ પદે ડીસા માર્કેટયાર્ડ ખાતે યોજાઇ હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક સૌથી વધુ લીડ સાથે જીતવાનો લક્ષ્યાંક રખાયો હતો.

બક્ષીપંચ મોરચામાં નવા હોદ્દેદારો નીમાયા હતા
ડીસા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન હોલ ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઇ હતી. જિલ્લા ભાજપનું નવું માળખું રચાયા બાદ તાજેતરમાં જ બક્ષીપંચ મોરચામાં નવા હોદ્દેદારો નીમાયા હતા. જે બાદ આજે યોજાયેલી પ્રથમ બેઠકમાં જિલ્લાના તમામ તાલુકા, શહેરો અને મંડળોના બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોને બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે અપેક્ષિત રખાયા હતા.

પ્રભારી તેમજ બક્ષી મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા
બેઠકમાં પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંક નાયક, બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયાસ પ્રજાપતિ, પ્રદેશ બક્ષી મોરચાના મંત્રી પી.એન. માળી, જિલ્લા બક્ષી મોરચા ઉપપ્રમુખ સંજય ગેલોત, નરસિંહભાઈ દેસાઈ, ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશ દેલવાડીયા સહિત જિલ્લાના પ્રભારી તેમજ બક્ષી મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ મયંક નાયકે તમામ હોદ્દેદારોને આગામી લોકસભાની ચૂંટણીમાં માઈક્રો પ્લાનિંગ કરી સરકારની યોજનાઓ વિકાસ કાર્યોને લોકો સુધી લઈ જઈ બુથ લેવલ સુધી પહોંચાડી બનાસકાંઠા બેઠક સૌથી વધુ લીડ સાથે જીત અપાવવા અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃડીસા તાલુકાના ખેડૂતોને વીજ લાઈનનું વળતર મેળવવાના ફાંફાં

Back to top button