ટ્રેન્ડિંગમનોરંજન

ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ Godhra: Accident Or Conspiracyની રીલિઝ ડેટ નક્કી!

Text To Speech
  • Godhra: Accident Or Conspiracyનું નિર્દેશન એમકે શિવાક્ષે કર્યું છે. આ ફિલ્મનું ટીઝર મે-2023માં રીલિઝ કરવામાં આવ્યું હતું. ત્યારથી જ લોકો ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા.

મુંબઈ, 29 ડિસેમ્બરઃ ગુજરાતમાં 2002માં બનેલી ભયાનક ગોધરા ઘટનાની યાદો ફરી એકવાર તાજી થવા જઈ રહી છે. 27 ફેબ્રુઆરી 2002ના રોજ અયોધ્યાથી અમદાવાદ આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના s6 ડબા ઉપર વહેલી પરોઢે અણધાર્યો હુમલો કરીને લગાડવામાં આવેલી આગમાં 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના 21 વર્ષ બાદ હવે ફિલ્મ બની છે. ફિલ્મનું નામ છે, Godhra: Accident Or Conspiracy. જેનું નિર્દેશન એમકે શિવાક્ષે કર્યું છે. આ ફિલ્મનું ટીઝર મે-2023માં રીલીઝ કરવામાં આવ્યું હતું. ત્યારથી જ લોકો ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ વિવાદાસ્પદ બનશે તે નક્કી છે. આ ફિલ્મ સત્યઘટનાઓ પર આધારિત છે.

શું છે  Godhra: Accident Or Conspiracy ફિલ્મના ટીઝરમાં

1 મિનિટ અને 11 સેકન્ડના આ ટીઝરમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ઉપર થયેલા હુમલાને બતાવવામાં આવ્યો છે. ફિલ્મના ટીઝરમાં ટ્રેનની બોગીમાં લગાડવામાં આવેલી આગના દ્રશ્યો પણ બતાવવામાં આવ્યા છે. આ સિવાય ટીઝરની ઝલકમાં એક ફાઇલ પણ જોવા મળે છે જેના પર નાણાવટી મહેતા કમિશન 2008 લખેલું છે. આ ફિલ્મ પાંચ વર્ષના સંશોધન બાદ બનાવવામાં આવી છે. તેના રિસર્ચ દરમિયાન અનેક ચોંકાવનારાં રહસ્યો સામે આવ્યા હોવાનું પણ ફિલ્મ સાથે જોડાયેલા સુત્રોએ કબુલ્યું છે.

આ ટીઝર રિલીઝ થયું ત્યારથી જ તે ચર્ચાનો વિષય બની ગયું હતું… ટીઝર જોયા બાદ અનેક સવાલો ઉભા થયા હતા. હવે આ ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે. આજે આ ફિલ્મની રીલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.

ફિલ્મ ક્યારે થશે રીલીઝ

ગોધરા ફિલ્મના ટીઝરમાં જે દ્રશ્યો બતાવવામાં આવ્યા છે તે માત્ર ગોધરા ટ્રેનના જ નહિં પરંતુ તે પછી થયેલા તોફાનો વિશેની ઘટનાને પણ રજુ કરે છે. આ ટીઝરમાં એક વ્યક્તિને રેલવે સ્ટેશને ઉભેલો બતાવવામાં આવ્યો છે. આ વ્યક્તિનો ચહેરો જોવા મળતો નથી. તે કોણ છે તે ઓળખી શકાતું નથી. આ ફિલ્મ 1 માર્ચ 2024ના રોજ રીલીઝ થશે.

આ પણ વાંચોઃ ત્રેતાયુગની જેમ સજાવાઈ રહી છે અયોધ્યાઃ જાણો જુની મૂર્તિનું શું કરાશે?

Back to top button