ઉત્તર પ્રદેશ: ગુમ થયેલી કિશોરીનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળતાં હાહાકાર
- ઝાંસી જિલ્લામાંથી એક કિશોરીનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો
- યુવતી ગઈકાલે સાંજથી ગુમ હતી, જ્યારે સ્થાનિક લોકોએ આજે બાળકીનો મૃતદેહ જોયો તો પોલીસને જાણ કરી
ઝાંસી, 29 ડિસેમ્બર: ઝાંસી જિલ્લાના બબીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે શુક્રવારે એક રુવાટા ઉભા કરી નાખે એવી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક કિશોરીનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કિશોરી ગુરુવાર રાતથી ઘરેથી ગુમ થઈ હતી. પરિવારજનોએ બાળકીની શક્ય તમામ શોધખોળ કરી હતી, પરંતુ બાળકી મળી ન હતી. ત્યારે બીજા દિવસે સ્થાનિક લોકોને બાળકીનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળ્યો ત્યારે બધા ચોંકી ગયા હતા. હાલમાં સ્થાનિક લોકો પાસેથી માહિતી મળ્યા બાદ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજામાં લીધો હતો.
ક્ષત-વિક્ષત મૃતદેહ જોતા ગામ લોકોના રુવાટા ઉભા થઈ ગયા
આ સમગ્ર મામલો બબીના પોલીસ સ્ટેશન વિસ્તારની દલિત કોલોની ગોંચી ખેડાનો છે. આ વિસ્તારના રહેવાસીઓને ઘરથી થોડે દૂર લોહીલુહાણ હાલતમાં કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે અહી ચકચાર મચી ગઈ હતી. આ અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતક કિશોરના મૃતદેહનો કબજો સંભાળી લીધો છે.
#JhansiPolice
थाना बबीना क्षेत्रांतर्गत करीब 17 वर्षीय किशोरी का शव मिलने की सूचना पर पुलिस द्वारा तत्काल मौके पर पहुँचकर शव को कब्जे में लेकर की जा रही कार्यवाही आदि के संबंध में #SSPJhansi की वीडियो बाइट- pic.twitter.com/pgPDZ0R4pM— Jhansi Police (@jhansipolice) December 29, 2023
કિશોરીની પથ્થર વડે કચડી હત્યા કરાઈ
મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે બબીના પોલીસ સ્ટેશન વિસ્તારના આદિવાસી વિસ્તાર ઘોંચી ખેડામાં એક બાળકીનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બાળકીના શરીરને પથ્થરથી કચડી નાખવામાં આવ્યું હતું. પોલીસ હજુ પણ કેસની તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતક સગીરના શરીર પર કોઈ કપડા નહોતા અને તેની હત્યા કરવામાં આવી હતી. મૃતક સગીરા ગુરુવાર સાંજથી ઘરેથી ગુમ થઈ હતી. શુક્રવારે સવારે તેના ઘરથી થોડે દૂર તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચો: નવી મુંબઈના ન્હાવા શેવા ખાતે DRI દ્વારા રૂ.5.7 કરોડની દાણચોરીની સિગારેટ જપ્ત