ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : લાખણીમાંથી દુષ્કર્મ, અપહરણ અને પોક્સોનો ફરાર આરોપી પકડાયો

Text To Speech
  • ડીસા CPIએ વધુ તપાસ હાથ ધરી

પાલનપુર 28 ડિસેમ્બર 2023 : બનાસકાંઠાના આગથળા પોલીસની હદમાં છેલ્લા બે મહિનાથી દુષ્કર્મ, અપહરણ અને પોકસો જેવા ગંભીર ગુન્હો આચરી નાસતા ફરતા આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. જે અંગે ડીસા CPI વધુ તપાસ હાથ ધરી છે.

આગથળા પોલીસ મથકે બે મહિના અગાઉ દુષ્કર્મ, અપહરણ અને પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. જેમાં થરાદ તાલુકાના વાઘાસણ ગામનો કસ્તુર જોહાભાઈ ઠાકોર નામનો યુવક એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો અને તેનું અપહરણ કરી ગયા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ આગથળા પોલીસ મથકે નોંધાતા પોલીસે આરોપીની શોધખોળ હાથ કરી હતી.

જોકે, છેલ્લા બે મહિનાથી પોલીસને ચકમો આપી નાસતા ફરતા આ આરોપીને આજે લાખણી વિસ્તારમાં ફરતો હોવાની માહિતી મળતા જ પોલીસ સતર્ક બની હતી અને આરોપીને લાખણી મુકામેથી ઝડપી પાડ્યો છે. આ આરોપીને ઝડપી આગળની કાર્યવાહી માટે ડીસા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : જાણો કેમ ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી મળી હોવા છતાં દારૂના શોખીનો અન્ય રાજ્યોમાં જશે?

Back to top button