અમદાવાદગુજરાતટોપ ન્યૂઝબિઝનેસયુટિલીટી

જાણો કેમ ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી મળી હોવા છતાં દારૂના શોખીનો અન્ય રાજ્યોમાં જશે?

અમદાવાદ, 28 ડિસેમ્બર 2023, ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વાઈન અને ડાઈન સુવિધા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરીને રાજ્ય સરકારે દારૂ પીવાની છૂટ આપી છે. ત્યારે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ધોરડો, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ આપવા અંગે વિચાર થઇ રહ્યો છે. ગુજરાતીઓ દારૂ પીવા માટે અન્ય રાજ્યોમાં જાય છે. પરંતુ હવે એક સ્થળે દારૂની પરમીશન મળવાથી તેમને સસ્તા ભાવે દારૂ મળશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. કારણ કે, ગુજરાતમાં લીકર પરમીટ ધારકોને અન્ય રાજ્યોમાં જે ભાવે દારૂ વેચાય તેની મુળ કિંમત પર 60 ટકા જેટલો ટેક્સ ચૂકવવો પડે છે. જેથી સરકારે દારૂ પીવાની છૂટ આપી દીધી છે પણ દારૂના ભાવ અંગે કોઈ નિર્ણય લીધો નથી. જેથી આ વખતે પણ 31મી ડિસેમ્બરે દારૂના શોખીન ગુજરાતીઓ અન્ય રાજ્યોમાં જઈને વાઈન અને ડાઈનની મજા માણશે.

ગુજરાતમાં પરમીટ વાળો દારૂ મોંઘો પડશે
ગુજરાતમાં તમામ વર્ગમાં દારૂના શોખીનો છે. રાજ્ય સરકારના એક નિર્ણયથી દારૂના શોખીનોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે પરંતુ દારૂના ભાવને લઈ તેઓ મુંઝવણમાં મુકાયા છે કે મોંઘો દારૂ ખરીદીને ગુજરાતના ગિફ્ટ સિટીમાં પાર્ટી કરવી કે અન્ય રાજ્યોમાં જઈને સસ્તા ભાવે મળતો દારૂ ખરીદી ત્યાં જ મજા માણવી. ગુજરાતીઓ જો ગિફ્ટ સિટીમાં અથવા તો ગુજરાતમાં પરમીટના આધારે મળતો દારૂ ખરીદે તો તેમને જબરદસ્ત મોંઘો પડે છે. ઉદાહરણ તરીકે અન્ય રાજ્યોમાં જે બ્રાન્ડ એક હજાર રૂપિયામાં મળે છે તે બ્રાન્ડ ગુજરાતમાં 60 ટકા ટેક્સ સાથે 1700 રૂપિયામાં મળે છે. જેથી મધ્યમવર્ગના દારૂના શોખીનો ગુજરાતમાં મોંઘા ભાવનો દારૂ ખરીદે એના કરતાં ગોવા, દિવ, દમણ, રાજસ્થાન કે મહારાષ્ટ્ર જઈને સસ્તા ભાવે મળતો દારૂ ખરીદવાનો વધુ આગ્રહ રાખશે કારણ કે ગુજરાતમાં મળતાં પરમીટ વાળા દારૂના 60 ટકા ટેક્સની રકમથી તેઓ અન્ય રાજ્યોમાં હોટેલ અને ફરવાનો ખર્ચો કાઢી શકે છે. આ ગણતરીને કારણે 31મી ડિસેમ્બરે ગુજરાતના ગિફ્ટ સિટીમાં આ વખતે માત્ર ગણ્યા ગાંઠ્યાં પરમીટ ધારકો દારૂની મહેફિલ માણશે.

ગિફ્ટ સિટીમાં કોણ કરી શકશે દારૂનું સેવન ?
હાલના હેલ્થ પરમીટ, વિઝીટર પરમીટ, ટુરિસ્ટ પરમીટ ધારકો ગિફ્ટ સિટી ખાતે લીકરનું સેવન નહીં કરી શકાય. ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ તેમજ અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ જ ગિફ્ટ સિટી ખતે લિકરનું સેવન કરી શકાશે. ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને લિકર એક્સેસ પરમીટની મંજૂરી ગિફ્ટ દ્વારા અધિકૃત દ્વારા આ પરમીટ આપવામાં આવશે. ગિફ્ટ સિટીમાં આવતા અધિકૃત મુલાકાતીઓને ટેમ્પરરી પરમીટની મંજૂરી ગિફ્ટ સિટીના જે તે રંપનીના એચઆર હેડ જવાબદાર અધિકારી દ્વારા કરવામાં આવતી ભલામણના આધારે આપવામાં આવશે તેમજ મુલાકાતીઓની સથે સંબંધિત કંપનીના લિકર એઓક્સેસ પરમીટ ધરાવતા કર્મચારીઓ સાથે રહેશે.

નિયમનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી
લાયસન્સધાર કે ખરીદેલા લિકરના જથ્થાનિ નિયત કરેલ નમુનામાં ખરીદ વેચાણના હિસાબો રાખવાના રહેશે અને સમગ્ર વિસ્તારમાં સીસીટીવી સર્વેલન્સ હેઠળ રાખવાનું રહેશે. લાયસન્સ ધારક, લિકર એક્સેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટધારક જો કાયદા અને નિયમોનો કે સૂચનાનો ભંગ કરશે તો કાયદા મુજબ શિક્ષાત્મક પગલાંની કાર્યવાહી કરાશે. લિકરનું લાયસન્સ મેળવનારે પોતાની હોટલ, રેસ્ટોરન્ટ કે ક્લબમાં સક્ષમ અધિકારી પાસે ખાનપાનનું લાયસન્સ, ફૂડ સેફ્ટી લાયસન્સ અને અન્ય જરુરી લાયસન્સ લેવાના રહેશે. એફએલ 3 લાયસન્સધારક રાજ્યના અન્ય પરમીટ રાજ્યના અન્ય પરમીટધારકને લિકર વેચાણ કરી શકશે નહી. લાયસન્સના મંજૂર કરેલા સ્થળ સિવાય કોઇ અન્ય સ્થળે લિકર પીરસી શકાશે નહી. લિકર એક્સેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટધારક જ જરુરી ખરાઇ બાદ પ્રવેશ કરી શકશે.

આ પણ વાંચોઃગુજરાત સરકાર દારૂની છૂટછાટ મુદ્દે લઈ શકે છે મોટો નિર્ણયઃ જાણો મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું

Back to top button