ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

વજન ઘટાડવા માટે દોડતા હોય તો STOP: જાણો ક્યારે થાય છે ફાયદો?

  • વધેલા વજનથી કંટાળેલા લોકો જાત જાતના માર્ગો અપનાવે છે. હવે લોકો વજન ઘટાડવા દોડવાનું પસંદ કરવા લાગ્યા છે, પરંતુ શક્ય છે કે તમારી મહેનત તમને ઇચ્છિત પરિણામ ન આપે.

આજકાલ યુવાનોમાં સૌથી મોટી સમસ્યા વધતા વજનની છે. વજન ઘટાડવા લોકો કંઈ પણ કરવા તૈયાર હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે પહેલાના સમયની સરખામણીમાં આજે આપણી ફિઝિકલ એક્ટિવીટી ઘટી છે. આજકાલ થોડાક મીટરોના અંતરે પણ ટુ વ્હીલર કે ગાડી લઈને જવાની ટેવ પડી છે. પહેલા કિલોમીટરો સુધી એમ જ ચાલ્યા જતા હતા. વધેલા વજનથી કંટાળેલા લોકો જાત જાતના માર્ગો અપનાવે છે. હવે લોકો વજન ઘટાડવા દોડવાનું પસંદ કરવા લાગ્યા છે, પરંતુ શક્ય છે કે તમારી મહેનત તમને ઇચ્છિત પરિણામ ન આપે. હા, નિષ્ણાતોના મતે દોડવાથી કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થને સુધારવામાં ઘણી મદદ મળે છે, પરંતુ તે વજન ઘટાડવાનો સીધો ઉપાય નથી.

હેલ્થ નિષ્ણાતો કહે છે કે વજન ઘટાડવા માટે સૌથી પહેલા તમારા ડાયટ પર ધ્યાન આપો. તે વજન ઉતારવાનું તમારું પહેલું પગલું હોવુ જોઈએ. આહાર પર ધ્યાન આપ્યા બાદ પહેલા વેઇટ લિફ્ટિંગ કરો અને પછી દોડો! આ બધુ બીજા નંબરે આવે છે.

આ વાતોનું રાખો ખાસ ધ્યાન

વજન ઘટાડવા માટે દોડતા હોય તો STOP: જાણો ક્યારે થઈ શકે ફાયદો? hum dekhenge news

એનર્જી બેલેન્સ

વજન ઘટાડવાના મુળમાં એનર્જી બેલેન્સનો સિદ્ધાંત છુપાયેલો છે. કેલરી લેવા અને તેનો ઉપયોગ કરવા વચ્ચે સંતુલન જાળવવું મહત્વનું છે. દોડવાથી કેલરી બર્ન કરવામાં મદદ મળે છે, પરંતુ તે અસરકારક ત્યારે જ બનશે જ્યારે કેટલાક રનિંગ ફેક્ટર્સ જેમ કે ઈંટેંસિટી, ડ્યુરેશન અને ફ્રિકવન્સી પણ યોગ્ય હશે. એનર્જી બેલેન્સનું ડાયનામિક્સ સમજવું જરૂરી છે.

એડેપ્ટેશન

આપણું શરીર એક શાનદાર એડેપ્ટિવ સિસ્ટમ છે. સામાન્ય રીતે લોકો રનિંગ કરવા ટેવાયેલા હોય છે, જો કે શરૂઆતમાં તેનાથી કેલરીને બર્ન કરવામાં વધુ મદદ મળતી નથી. રનિંગની ઈન્ટેંસિટી કે સમયગાળામાં જરૂરી ફેરફાર કરો ત્યારે જ વજન ઘટાડવામાં યોગ્ય મદદ મળી શકે છે.

વજન ઘટાડવા માટે દોડતા હોય તો STOP: જાણો ક્યારે થઈ શકે ફાયદો? hum dekhenge news

ભૂખ

દોડવું અને ભૂખ વચ્ચે જોડાણ છે, જેના પરિણામે વજન ઘટાડવામાં ઓછી મદદ મળે તેવું બની શકે છે. દોડ્યા પછી મેટાબોલિઝમ ફાસ્ટ થાય છે, તેથી શું ખાવું અને શું ન ખાવું તેની પસંદગી પણ ખૂબ મહત્ત્વની છે. જો તમે દોડીને કેલરીયુક્ત આહાર વધુ લેશો તો દોડવાની મહેનતનું ફળ વજન ઘટાડા સ્વરૂપે નહીં મળે.

મનોવૈજ્ઞાનિક અસર

જો તમારે ઝડપથી વજન ઓછું કરવું હોય તો તમારે શારીરિક તેમજ માનસિક રીતે તૈયાર રહેવાની જરૂર છે. દોડવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાથી ડાયટ પેટર્ન અને જીવનશૈલીના વિકલ્પોની અવગણના થઈ શકે છે. તેથી વ્યવહારુ અભિગમ અપનાવવો જરૂરી છે. તેમાં માઈન્ડફુલ ઈટિંગ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને પર્યાપ્ત ઊંઘ પણ સામેલ છે. તેનાથી વજન ઘટાડવા માટે કરેલી કવાયતના પોઝિટીવ રિઝલ્ટ સામે આવશે.

આ પણ વાંચોઃ આર્થિક તંગી હોય તો નવા વર્ષે ઘરમાં લગાવો આ ત્રણ છોડઃ આવશે બરકત

Back to top button