ડાંગઃ સાપુતારા નજીક ગઈકાલે રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 મહિલાઓના નીપજ્યા છે અને 46 જેટલી મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતના V3 ગરબા ક્લાસની મહિલાઓ સાપુતારા ટ્રીપ પર ફરવા ગઈ હતી. ત્યારે પાછા વળતી વેળા બસ ખીણમાં ખાબકી હતી અને દુર્ઘટના સર્જાઈ હતી. આ મામલે આસપાસના ગામલોકો સહિત તંત્રએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી મહિલાઓને બચાવી હતી. ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે સામ ગહાન હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને બે મહિલાના મોત નીપજ્યા હતા.
મૃતકોના નામ
1. કુંદનબેન સાપલિયા
2. સોનલબેન સ્નેહલ ઘાવડા
આસપાસના ગામના લોકોએ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ કર્યુ
ગરબા ક્લાસિસમાં એકત્રિત થઈને મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવાની ચર્ચા થઈ રહી છે. મુસાફર મહિલાઓને ઈજા થઈ હોવાનું જાણવા મળતા આસપાસ ગામના લોકોને જાણ થતા ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ કરવાની શરૂઆત કરી દીધી હતી. ડાંગ વિસ્તારમાં અકસ્માત થયો હોવાને કારણે સંપર્ક કરવામાં પણ મહિલાઓને ઘણી મુશ્કેલી થઈ હોવાનું જાણવા મળ્યું છે.
‘બસનું ટાયર ફાટવાને કારણે અકસ્માત થયો’
ગરબા ક્લાસિસના એક મેમ્બર શ્રિઘલબેને જણાવ્યું હતું કે, સાપુતારાથી પરત ફરતા સમયે આ દુર્ઘટના સર્જાઈ છે. તમામને હાલ સાપુતારાની હોસ્પિટલમાં ખસેડ્યા છે. 3 જેટલી મહિલાની હાલત ગંભીર છે. જ્યારે કેટલાકને ફ્રેક્ચર થયા છે. બસનું ટાયર ફાટવાના કારણે આ અકસ્માત થયો હતો.
ઇજાગ્રસ્તોને સારાવાર અર્થે ખસેડાયા
સુરતથી ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલી બસ ખીણમાં ખાબકી હતી. સાપુતારા જતા આ ગોઝારો વળાંક અનેક અકસ્માતોને નોતરે છે, ત્યારે ફરી વાર ખાનગી બસ સાથે અકસ્માત થતા સ્થાનિકો બચાવ કામગીરીમાં દોડી આવ્યા હતા. દુર્ઘટનામાં ઇજા પામેલા લોકોને સાપુતારા તેમજ સામ ગહાંન હેલ્થ સેન્ટર લઈ જવામાં આવ્યા છે.
કાર્યકરોને મદદે પહોંચવા મંત્રીની અપીલ
સુરતના 50થી વધુ પ્રવાસીઓ ભેરલ બસ સાપુતારા માલેગાંવ ખીણમાં ખાબકી હોવાની માર્ગ મકાન અને પ્રવાસન વિભાગ મંત્રી પૂર્ણેશ મોદીએ વોઇસ મેસેજ મારફત માહિતી આપી છે અને સાપુતારા નજીકના તમામ કાર્યકરોને મુસાફરોની મદદે પહોંચવા માટે અપીલ કરી છે.
ઈજાગ્રસ્તોની યાદી
1. દિવ્યાની પી ગાંધી ઉં.42
2. લક્ષ્મી અજિત શર્મા ઉં.39
3. બીના હેમંત ધારિવાળા
4. ઉર્વશી અજિત શર્મા ઉં.11
5. હંસા સાડીજા સિંધી ઉં.39
6. અમિષા અંજીરવાળા ઉં.51
7. વંશી પ્રતીક વાઘેરા ઉં.20
8. અનિતા નિકુંજ કાપડિયા ઉં.40
9. રીના ભાવેશ ભાવસાર ઉં.40
10. કલ્પના ગીરીશભાઈ શાહ ઉં.65
11. નિરલ કેવીલ શાહ ઉં.45
12. દિવ્યા રમેશભાઈ ઉં.22
13. રૂપાલી ચિંતન ઉં.35
14. ઉષા હરેશ પટેલ ઉં.43
15. અંજલિ નીલી ઉં.38
16. અમિષા આશિષ આઈસ્ક્રીમ વાળા ઉં.40
17. સ્વાતિ દિનેશ ઉં.37
18. પ્રિયાંશી સુરેશ આર્ય
19. તનયા આકાશ દારવી ઉં.3
20. ચેતના આકાશ ધારવી ઉં.25
આ તમામ ઇજાગ્રસ્તોને સામ ગહન સીએચસી ખાતે સારવાર આપાઈ હતી. જયારે અન્ય ઇજાગ્રસ્તોને આહવા સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા.