ગુજરાતટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટીવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

ભારતમાં હવે ચેટ GPTનું સ્થાન લેશે ભારત GPT

  • Reliance Jio એ ChatGPT ને પડકારવાની તૈયારી કરી લીધી છે
  • ટૂંક સમયમાં, કંપની એક નવું AI ટૂલ Bharat GPT લોન્ચ કરશે

મુંબઈ, 28 ડિસેમ્બર : રિલાયન્સ જિયો ટૂંક સમયમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રમાં પગ મુકવા જઈ રહ્યું છે. Jioના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું છે કે ભારત GPTને IIT Bombayના સહયોગથી તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે ChatGPTની જેમ કામ કરશે. આટલું જ નહીં, કંપની નવા TV OSની પણ તૈયારી કરી રહી છે.

ChatGPTની વધતી જતી લોકપ્રિયતાને જોઈને, Google, Apple, Baidu જેવી કંપનીઓએ તેમની જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જાહેર કરી છે. ભારતીય કંપની રિલાયન્સ જિયો પણ આ રેસમાં જોડાઈ રહી છે અને ભારત GPT લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ સિવાય મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ Pragati OS બાદ હવે કંપની ટીવી માટે પણ ઓપરેટિંગ સિસ્ટમ બનાવશે. રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ આ જાણકારી આપી છે. આ માટે રિલાયન્સ જિયો ટૂંક સમયમાં IIT બોમ્બે સાથે ભાગીદારી કરવા જઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર, IIT Bombay અને Reliance Jioનું આ જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ ભારત GPTના નામથી આવી શકે છે.

રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ IIT બોમ્બેના વાર્ષિક સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે ભારત જીપીટી વિશે માહિતી શેર કરી અને રિલાયન્સ જિયોના વિઝન 2.0 વિશે પણ જણાવ્યું. Reliance Jioનું આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ Microsoft અને OpenAI દ્વારા બનાવવામાં આવેલ ChatGPTને ટક્કર આપી શકે છે.

IIT બોમ્બે સાથે ભાગીદારી

આઈઆઈટી બોમ્બેના આ ટેકફેસ્ટમાં આકાશ અંબાણીએ કહ્યું કે ભારતમાં ટેક્નોલોજીને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે એક જબરદસ્ત ઈકો સિસ્ટમ બનાવવાની જરૂર છે. રિલાયન્સ જિયો આ માટે Jio 2.0 વિઝન તૈયાર કરી રહ્યું છે. રિલાયન્સ જિયોનું આ જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ પણ ChatGPTની જેમ કામ કરશે. આ લાર્જ લેંગ્વેજ મોડ્યુલ પર પણ કામ કરશે. જો કે, આકાશ અંબાણીએ હાલમાં આ ટૂલ વિશે વધુ માહિતી શેર કરી નથી. રિલાયન્સ જિયોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને લાર્જ લેંગ્વેજ મોડ્યુલને લઈને વર્ષ 2014માં આઈઆઈટી બોમ્બે સાથે પાર્ટનરશિપની વાત કરી હતી.

Jio TV OS

ભારત GPT ઉપરાંત, કંપની તેની પોતાની ટેલિવિઝન ઓપરેટિંગ સિસ્ટમ પર પણ કામ કરી રહી છે. એન્ડ્રોઇડ ટીવી ઓએસ, ફાયર ટીવી ઓએસ, વેબઓએસની જેમ, જિયોની આ ટેલિવિઝન ઓપરેટિંગ સિસ્ટમ વપરાશકર્તાઓને ટીવી કન્ટેન્ટ બ્રાઉઝિંગનો એક અલગ અનુભવ પ્રદાન કરશે. હાલમાં, Reliance Jio એ તેના Jio સ્માર્ટફોન માટે Pragati OS તૈયાર કરી છે, જે Google ના Android OS પર આધારિત છે.

આ પણ વાંચો : આ કાર કંપની ચંદ્ર પર પાવર સપ્લાય માટે ‘મિની ન્યુક્લિયર પાવર પ્લાન્ટ’ બનાવી રહી છે

Back to top button