ગુજરાત

ગુજરાત: ઝડપથી પૈસાદાર થવાનો કિમીયો અજમાવતા યુવાનને ભારે પડ્યો

Text To Speech
  • ઘરમાં સ્કેનર પર અસલી નોટ સ્કેન કરી બજારમાં વટાવાનો પ્લાન હતો
  • 200 ના દરની 62 નકલી ચલણી નોટ ઝડપાઈ
  • 100 ના દરની 6 નકલી ચલણી નોટ ઝડપાઈ

ગુજરાતના નવસારીમાં ઝડપથી પૈસાદાર થવાનો કિમીયો અજમાવતા યુવાનને ભારે પડ્યો છે. જેમાં નવસારીમાંથી નકલી નોટ છાપતો યુવાન ઝડપાયો છે. ઘરમાં સ્કેનર પર અસલી નોટ સ્કેન કરી નકલી નોટ બનાવી હતી. તેમાં 200 ના દરની 62 નકલી ચલણી નોટ ઝડપાઈ છે.

આ પણ વાંચો: યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર ઉપર આકાશમાં ઉડતી દેખાઇ શંકાસ્પદ વસ્તુ 

ઘરમાં સ્કેનર પર અસલી નોટ સ્કેન કરી બજારમાં વટાવાનો પ્લાન હતો

આરોપી દ્વારા ઘરમાં સ્કેનર પર અસલી નોટ સ્કેન કરી બજારમાં વટાવાનો પ્લાન હતો, જોકે તેનો મનસુબો પાર પડે તે પહેલાં જ એસઓજી ટીમે દબોચી લીધો હતો. ભૂતકાળમાં કાપડના ધંધા સાથે સંકળાયેલા તેજસ ચૌહાણ ને ઝડપી રીતે પૈસાદાર બનવું હતું, જેના કારણે તેણે આ કિમીયો અજમાવ્યો હતો. તેમજ આરોપી પાસેથી 200 ના દરની 62 અને 100 ના દરની 6 નકલી ચલણી નોટ મળી હતી. જે બાદ કેસની તપાસ ચીખલી પોલીસને સોંપાઈ છે. ડુપ્લીકેટ નોટ બનાવવામાં અન્ય કોઈ તેનો સાથી હતો કે કેમ તેની તપાસ થશે. આ સાથે જ ક્યાં આ પ્રકારની નોટ વાપરી છે તેના અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: સોગંદનામાના આધારે વારસાગત જમીનમાંથી દિકરીના હકને રદબાતલ કરી ન શકાય: ગુજરાત હાઈકોર્ટે

100 ના દરની 6 નકલી ચલણી નોટ ઝડપાઈ

100 ના દરની 6 નકલી ચલણી નોટ ઝડપાઈ છે. તેમજ પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. તાજેતરમાં નકલી નોટ છાપતા લોકોની પર પોલીસની મોટી તવાઈ સામે આવી છે. નકલી નોટ છાપી ઝડપી રીતે પૈસાદાર થવાનો કિમીયો અજમાવવા જતા યુવાનો મોટાભાગે પોલીસના હાથે ઝડપાય છે. આ વચ્ચે નવસારીમાં નકલી નોટ છાપતો યુવાન ઝડપાયો છે. આ વચ્ચે ચીખલી વિસ્તારમાંથી કલર પ્રિન્ટર પર સ્કેન કરી નકલી ચલણી નોટ વટાવે તે પહેલા જ નવસારીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને એક આરોપીને ઝડપી પાડયો છે. ચીખલી તાલુકાના તળાવચોરા ગામે મોટા ફળિયામાં રહેતા અને નકલી નોટ છાપતા એકની SOGએ ધરપકડ કરી હતી.

Back to top button