ગુજરાત

સોગંદનામાના આધારે વારસાગત જમીનમાંથી દિકરીના હકને રદબાતલ કરી ન શકાય: ગુજરાત હાઈકોર્ટે

  • કલેક્ટર દ્વારા તેમની અરજી ફગાવી દેવાનુ વલણ અયોગ્ય: અરજદારના વકીલ
  • પિતાની હયાતીમાં પુત્રીઓએ ભાગ જતો કર્યો હતો
  • મૃત્યુ બાદ હક માગ્યો તેવા કિસ્સો સામે આવ્યો છે

પિતાની હયાતીમાં પુત્રીઓએ ભાગ જતો કર્યો, મૃત્યુ બાદ હક માગ્યો તેવા કિસ્સો સામે આવ્યો છે. જેમાં દાવો જતો કર્યો હોય છતાં વારસાઈની જમીનમાંથી પુત્રીનો હક રદ થતો નથી. ત્યારે હાઇકોર્ટે જણાવ્યું છે કે એફિડેવિટ પર સંમતિએ ત્યાગ સોદો નહીં, લેન્ડ રેવન્યૂ કોડની પ્રક્રિયા કરવી પડે.

આ પણ વાંચો: બોમ્બથી ઉડાવી દેવાનો અમદાવાદ એરપોર્ટને ઇ-મેલ આવ્યો, પ્રવાસીઓમાં ભય 

કલેક્ટર દ્વારા તેમની અરજી ફગાવી દેવાનુ વલણ અયોગ્ય: અરજદારના વકીલ

ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે, સંમતિ આપતા સોગંદનામાના આધારે વારસાગત જમીનમાંથી દિકરીના હકને રદબાતલ કરી ન શકાય. હક જતો કરવાની સંમતિ આપતા દિકરીઓના એફિડેવિટને ત્યાગ સોદો માની શકાય નહીં. આ પ્રકારની પ્રક્રિયા માટે તો ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ હેઠળ નોટિસ આપવા સહિતની પ્રક્રિયા થવી જરૂરી છે. હાઈકોર્ટમાં અરજદારના વકીલના રજૂઆત હતી કે, ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ હેઠળ નોટિસ આપવા સહિતની પ્રક્રિયાનુ પાલન કરવામાં આવ્યું નથી. જેના લીધે, આ જમીનમાં તેમનો વારસો રદ કરી શકાય નહીં. કલેક્ટર દ્વારા તેમની અરજી ફગાવી દેવાનુ વલણ અયોગ્ય છે.

આ પણ વાંચો: યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર ઉપર આકાશમાં ઉડતી દેખાઇ શંકાસ્પદ વસ્તુ 

બહેનોના સોગંદનામાના આધારે વારસાગત જમીનને ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરુ

કેસની વિગત જોઈએ તો, ભાવનગર જિલ્લાના સિહોરની એક મહિલા અને તેની બહેને પિતાની હયાતીમાં સોગંદનામા દ્વારા સંમતિ આપેલી કે વારસાગત મિલકતમાંથી તે તેમનો હક જતો કરે છે. આ પછી, વર્ષ 2010માં તેમના પિતાનુ નિધન થયું હતુ. બહેનોના સોગંદનામાના આધારે વારસાગત જમીનને ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરુ કરાયેલી અને વર્ષ 2016માં આ જમીન તેમના ત્રણ ભાઈઓના નામે ટ્રાન્સફર કરાઈ હતી. આ વાતને લઈને બહેનોએ મહેસુલ વિભાગમાં રજૂઆત કરેલી કે, તેમના દ્વારા કરાયેલુ સંમતિદર્શક સોગંદનામુ એ રજીસ્ટર્ડ દસ્તાવેજ નથી. જેથી, તેના આધારે તેમને વારસાગત મિલકતમાંથી બાકાત રાખી શકાય નહીં. જો કે, ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટરે આ દાવા અને માગણીને ફગાવી દીધી હતી. જેની સામે અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

Back to top button