ગુજરાતટોપ ન્યૂઝ

યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર ઉપર આકાશમાં ઉડતી દેખાઇ શંકાસ્પદ વસ્તુ

  • કોની મંજૂરીથી ડ્રોન ઉડાવવામાં આવ્યું તે તપાસનો વિષય
  • દ્વારકામાં સબમરીન પ્રોજેક્ટની શરુઆત થશે
  • પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડતું દેખાતા શંકા

યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર ઉપર આકાશમાં શંકાસ્પદ વસ્તુ ઉડતી દેખાઇ હતી. જેમાં તપાસ કરતા જગત મંદિર આસપાસ ડ્રોન ઉડતું દેખાયું હતુ. પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડતું દેખાતા શંકા સાથે લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. તેમાં જગત મંદિર બહાર અજાણ્યા શખ્સે ડ્રોન ઉડાવ્યું છે.

આ પણ વાંચો: 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, જાણો ઠંડીની અંબાલાલ પટેલે શું કરી આગાહી 

કોની મંજૂરીથી ડ્રોન ઉડાવવામાં આવ્યું તે તપાસનો વિષય

કોઇ અજાણ્યા વ્યક્તિએ કોની મંજૂરીથી ડ્રોન ઉડાવવામાં આવ્યું તે તપાસનો વિષય છે. જગત મંદિર આસપાસ ડ્રોન કેમેરો ઉડાડવાની મનાઈ છે. ગુજરાતમાં ઘણા ક્ષેત્રોમાં સુરક્ષા હેતુથી ડ્રોન પર પ્રતિબંધ મુકવામાં આવેલો છે. તો દેશમાં પણ ડ્રોનથી થતા હુમલા પણ સામે આવ્યા છે. અગાઉ દ્વારકાધીશ મંદિરની સલામતી માટે દ્વારકા ખાતે જિલ્લા પોલીસ વડા અને વિભાગ્ય પોલીસ અધિક્ષક એએસપી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં વેપારીઓના સુચનને આવકારી ડ્રોનકેમેરા પર પ્રતિબંધ છે. તેવા દિશાસુચક બેનરો લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: બોમ્બથી ઉડાવી દેવાનો અમદાવાદ એરપોર્ટને ઇ-મેલ આવ્યો, પ્રવાસીઓમાં ભય 

દ્વારકામાં સબમરીન પ્રોજેક્ટની શરુઆત થશે

સબમરીન પ્રોજેક્ટની શરુઆત આવતા વર્ષે જન્માષ્ટમી અથવા દિવાળી પર શરૂ થઈ શકે છે. જો કે, હજુ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને વાઈબ્રન્ટ સમિટમાં તેની જાહેરાત થઈ શકે છે. સબમરીન લોકોને સમુદ્રની 300 ફૂટ નીચે લઈ જશે. જ્યાં, હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરી લોકોને બતાવવામાં આવશે. આ મુસાફરીમાં લગભગ 2થી 2.5 કલાકનો સમય લાગશે.

એક સાથે 30 લોકો બેસી શકશે

દ્વારકા દર્શન માટે ઉપયોગમાં લેવાનારી સબમરીનનું વજન લગભગ 35 ટન હશે અને તે સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ હશે. તેમાં એક સાથે 30 લોકો બેસી શકશે અને દરેક સીટ પર વિન્ડો વ્યુ હશે, જેથી કુદરતી સૌંદર્ય સરળતાથી જોઈ શકાય. જોકે, સબમરીનમાં માત્ર 24 મુસાફરો જ દર્શન માટે જઈ શકશે, કારણ કે અન્ય 6 લોકો ક્રૂના હશે. તેમાં 2 ડ્રાઇવર, 2 ડાઇવર્સ, એક ગાઇડ અને ટેકનિશિયનનો સમાવેશ થશે. મુસાફરોને ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક અને સ્કુબા ડ્રેસ આપવામાં આવશે. સબમરીનમાં વીડિયો કોન્ફરન્સિંગ જેવી સુવિધા હશે, જેના દ્વારા તમે સબમરીનમાં બેસીને સ્ક્રીન પર થતી હિલચાલને જોઈ અને રેકોર્ડ કરી શકશો.

Back to top button