ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા પર ભાજપના પ્રહાર, અનુરાગ ઠાકુરે સાધ્યું નિશાન

Text To Speech

દિલ્હી, 27 ડિસેમ્બર 2023ઃ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત ન્યાય યાત્રાને નિશાન બનાવી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે 1984ના શીખ વિરોધી રમખાણોના પીડિતોને ન્યાય આપવામાં કોંગ્રેસ ઘણા વર્ષોથી નિષ્ફળ રહી હતી, પરંતુ ટુકડે ટુકડે ગેંગ સાથે ઉભી છે.

BJP નેતા અનુરાગ ઠાકુરે કહ્યું, “જે લોકો 1984ના શીખ વિરોધી રમખાણોના પીડિતોને ન્યાય ન આપી શક્યા તેઓ અન્યને કેવી રીતે ન્યાય આપી શકે?” જેમાં ટુકડે ટુકડે ગેંગના સભ્યોનો સમાવેશ થાય છે. તેઓ જાતિ અને પ્રદેશના આધારે વિભાજન કરે છે, તેઓ કેવી રીતે ન્યાય આપશે?” વાસ્તવમાં, 2016માં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલા વિવાદ પછી ભાજપ કેટલાક તત્વો માટે ટુકડે ટુકડે ગેંગનો ઉપયોગ કરી રહી છે.

અનુરાગ ઠાકુરે શું કહ્યું?

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું કે દેશની જનતા કોંગ્રેસનો અસલી ચહેરો ઓળખી ચુકી છે. વિપક્ષના ગઠબંધનમાં સામેલ પક્ષોના નેતાઓ સનાતન ધર્મ વિશે ખરાબ બોલે છે. તેનો ચહેરો બધાની સામે આવી ગયો છે.

ભારત ન્યાય યાત્રા ક્યાંથી પસાર થશે?

કોંગ્રેસ તરફથી મહાસચિવ જયરામ રમેશે બુધવારે કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી મણિપુરથી મુંબઈ (પૂર્વથી પશ્ચિમ) સુધી ભારત ન્યાય યાત્રા કાઢવામાં આવશે. ભારત ન્યાય યાત્રા દરમિયાન અંદાજે 6,200 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે.

ભારત ન્યાય યાત્રા મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે.

અયોધ્યા જંકશન બન્યું ‘અયોધ્યાધામ’, CM યોગીની માંગ પર રેલવેએ નામ બદલ્યું

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ ગાંધીએ 7 સપ્ટેમ્બર, 2022 થી 30 જાન્યુઆરી, 2023 સુધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ‘ભારત જોડો યાત્રા’ કાઢી હતી.

Back to top button