રુબિના દિલેકે એક મહિના બાદ ટ્વિન્સ દીકરીઓની પહેલી ઝલક બતાવી
- રુબિના દિલેકે આજે પોતાની બંને પુત્રીઓના નામ જણાવ્યા છે. રુબિના અને અભિનવે પોતાની દીકરીઓને ઉંચકીને પોઝ પણ આપ્યો છે
ટીવીની જાણીતી અભિનેત્રી રુબિના દિલેકને લઈને થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે તેણે બે પુત્રીઓને જન્મ આપ્યો છે, જોકે અભિનેત્રીએ આ અંગે કોઈ જાહેરાત કરી ન હતી. જોકે હવે રુબિના દિલેકે સામે ચાલીને તેની લાડલીના ફોટોઝ શેર કર્યા છે અને જણાવ્યું કે આજે કે એક મહિનાની થઈ છે. એટલું જ નહિ રુબિનાએ બંને પુત્રીઓના નામ જણાવ્યા છે. રુબિના અને અભિનવે પોતાની દીકરીઓને ઉંચકીને પોઝ આપ્યો છે.
View this post on Instagram
શું છે દીકરીઓના નામ
ફોટો શેર કરીને રુબીનાએ લખ્યું છે કે એક્સાઈટમેન્ટ અને ખુશી સાથે અમે તમને જણાવીએ છીએ કે અમારી બે જુડવા દીકરીઓ જીવા અને એધા એક મહિનાની થઈ ગઈ છે. આજે ગુરુપુરબના ખાસ દિવસે અમને આશીર્વાદ આપજો. અમારી એન્જલ્સને પણ પ્રેમ અને આશીર્વાદ આપજો.
રુબિના દિલેકે જે ફોટો શેર કર્યા છે, તેને જોઈને ખ્યાલ આવે છે કે દીકરીઓ એક મહિનાની થતા તેમના ઘરમાં પુજા કરવામાં આવી છે અને આજે બંનેનું નામકરણ થયું છે. આ દરમિયાન રુબિના અને અભિનવના ચહેરા પર પેરેન્ટ્સ બનવાની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે રુબિના દિલેક ટીવીની મહારાણી કહેવાતી હતી. તે બિગબોસ 14ની વિનર હતી. તેણે લાંબા સમય સુધી તેના બોયફ્રેન્ડ રહેલા એક્ટર અભિનવ શુક્લા સાથે 21 જુન, 2018માં શિમલામાં લગ્ન કર્યા હતા.
આ પણ વાંચોઃ સલમાન ખાન બર્થડે : ભાઈજાનની એક ઝલક માટે ગેલરીની બહાર એકઠા થયા ફેન્સ