ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

બેન્કિંગ ક્ષેત્ર માટે રહ્યું શાનદાર 2023, નફો 1.50 લાખ કરોડ પહોંચવાનો અંદાજ

  • મજબૂત આર્થિક વૃદ્ધિ વચ્ચે લોનની ઊંચી માંગને કારણે દેશના બેન્કિંગ ક્ષેત્રની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો
  • ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં જાહેર ક્ષેત્રની બેંકોએ રૂ. 68,500 કરોડની કરી કમાણી

નવી દિલ્હી, 27 ડિસેમ્બર : 2023નું વર્ષ ભારતીય બેંકિંગ ક્ષેત્ર માટે ઘણું સારું રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં દેશની જાહેર ક્ષેત્રની બેંકોનો કુલ નફો 1.50 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે. મજબૂત આર્થિક વૃદ્ધિ વચ્ચે લોનની ઊંચી માંગને કારણે દેશના બેન્કિંગ ક્ષેત્રની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં જાહેર ક્ષેત્રની બેંકોએ આશરે રૂ. 68,500 કરોડની કમાણી કરી છે અને બીજા છ મહિનામાં પણ આ ગતિ ચાલુ રહેવાની ધારણા છે. જો આ વલણ ચાલુ રહે તો જાહેર ક્ષેત્રની બેંકોનો ચોખ્ખો નફો 2023-24માં રૂ. 1.50 લાખ કરોડ સુધી પહોંચી શકે છે, જે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 1.04 લાખ કરોડ હતો.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં (એપ્રિલ-નવેમ્બર) બેન્કોમાં કુલ થાપણોમાં 12.2 ટકાનો વધારો થયો છે, જ્યારે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં થાપણોમાં 9.3 ટકાનો વધારો થયો હતો. રિઝર્વ બેંકના તાજેતરના બુલેટિન(અહેવાલ) મુજબ, 1 ડિસેમ્બર, 2023ના રોજ ધિરાણ વૃદ્ધિ ઘટીને 16.4 ટકા થઈ હતી જે એક વર્ષ અગાઉ 17.5 ટકા હતી.

NPAમાં ઘટાડાને કારણે બેંકોની બેલેન્સ શીટ મજબૂત બની

ઉલ્લેખનીય છે કે, નોન-પર્ફોર્મિંગ એસેટ્સની (NPAs) સ્થિરતા, મજબૂત ધિરાણની માંગ અને ઊંચા વ્યાજ દરની વ્યવસ્થા આગામી મહિનાઓમાં બેંકોની નફાકારકતાને મદદ કરશે. કોટક મહિન્દ્રા બેંકના ઓલ ટાઈમ ડિરેક્ટર શાંતિ એકમ્બરમે જણાવ્યું હતું કે, “અંડરલાઈંગ ઈકોનોમીએ ખૂબ જ મજબૂતી દર્શાવી છે અને છેવટે, જ્યારે અર્થતંત્ર સારું પ્રદર્શન કરે છે, ત્યારે બેન્કિંગ ક્ષેત્ર પણ સારું પ્રદર્શન કરે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ તાજેતરમાં જ ભારતની વૃદ્ધિનું અનુમાન 6.5 ટકાથી સુધારીને સાત ટકા કર્યું છે.” તેમણે કહ્યું કે, “વૃદ્ધિ મજબૂત છે. રિટેલ સેગમેન્ટ સાથે લોનની માંગ દોઢ વર્ષ પહેલા શરૂ થઈ હતી. હવે તે મૂડી ખર્ચ તરફ આગળ વધી રહી છે. જોકે, લોન વૃદ્ધિ કરતાં ડિપોઝિટ વૃદ્ધિ ધીમી રહી છે અને આ એક પડકાર છે જેનો બેન્કોએ આગામી મહિનાઓમાં સામનો કરવો પડશે.

વ્યાજ દરો થોડા સમય માટે ઊંચા રહેશે

અહેવાલ મુજબ, કોટક મહિન્દ્રા બેંકના ઓલ ટાઈમ ડિરેક્ટર શાંતિ એકમ્બરમે જણાવ્યું હતું કે, થાપણોમાં થોડો સુધારો થયો છે, પરંતુ તે હજુ પણ લોન વૃદ્ધિ કરતાં પાંચ ટકા ઓછો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં (એપ્રિલ-નવેમ્બર) બેન્કોમાં કુલ થાપણોમાં 12.2 ટકાનો વધારો થયો છે, જ્યારે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં થાપણોમાં 9.3 ટકાનો વધારો નોંધાયો હતો. રિઝર્વ બેંકના તાજેતરના બુલેટિન(અહેવાલ) મુજબ, 1 ડિસેમ્બર, 2023ના રોજ ધિરાણ વૃદ્ધિ ઘટીને 16.4 ટકા થઈ હતી જે એક વર્ષ અગાઉ 17.5 ટકા હતી. ધીમી ડિપોઝિટ મોબિલાઇઝેશનએ કરંટ એકાઉન્ટ્સ અને સેવિંગ્સ એકાઉન્ટ્સ (CASA)માં ઘટાડો તરફ દોરી જશે, જે રેટ કટની સંભાવનાને મર્યાદિત કરશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે ઓક્ટોબરમાં સંકેત આપ્યા હતો કે, વ્યાજ દરો થોડા સમય માટે ઊંચા રહેશે. જ્યારે વિશ્લેષકોના મત મુજબ, મધ્યસ્થ બેંક ઓછામાં ઓછા આગામી છ મહિના સુધી પોલિસી રેટમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી. હાઉસિંગ, કાર, એજ્યુકેશન અને પર્સનલ લોનની માંગ બે આંકડામાં વધતી રહેશે. જો કે, ગ્રામીણ ક્ષેત્રમાંથી ધીરાણની માંગમાં ઘટાડો થયો છે. ટુ-વ્હીલર અને ટ્રેક્ટરના વેચાણમાં થયેલા ઘટાડાથી આ બાબત જોવા મળે છે. વ્યાજદરના ઊંચા સ્તરો સાથે પણ મોટાભાગની બેંકો માટે નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (NIM) ત્રણ ટકાથી ઉપર રહેવાની ધારણા છે. બેંકો માટે એક સારી બાબત NPAમાં ઘટાડો છે.

સાયબર ફ્રોડના કેસ ઝડપથી વધી રહ્યા છે

રિઝર્વ બેંકના ડેટા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં અનુસૂચિત કોમર્શિયલ બેંકોની ગ્રોસ NPAમાં ઘટાડો થયો છે. ઉદય કોટક દ્વારા કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાતએ બેંકિંગ ક્ષેત્ર માટે આ વર્ષનો મોટો ઘટનાક્રમ રહ્યો હતો. જેથી તેમના ઉત્તરાધિકારી અશોક વાસવાણી આવતા વર્ષે ચાર્જ સંભાળશે. બેન્કિંગ સિસ્ટમની નાણાકીય સ્થિતિ મજબૂત થઈ હોવા છતાં, આ વર્ષે બેન્કોમાં કેટલાક છેતરપિંડીના કેસ પણ નોંધાયા હતા. જેમાં યુકો બેંક અને બેંક ઓફ બરોડાને સાયબર ફ્રોડનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ જુઓ :વિદાય 2023: સુપ્રીમ કોર્ટના આ વર્ષના ઐતિહાસિક ચુકાદા જેણે સૌનું ધ્યાન ખેંચ્યું

Back to top button