સાલાર અને ડંકી સામે પણ સેમ બહાદુર અડીખમઃ વિક્કીએ તોડ્યો પોતાની જ ફિલ્મનો રેકોર્ડ
- વર્લ્ડવાઈડ કલેક્શનની બાબતમાં તે 100 કરોડનો આંકડો પાર કરી ચુકી હતી, હવે ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર પણ 100 કરોડ ઉપરની કમાણી કરી ચુકી છે.
બોલિવુડ એક્ટર વિકી કૌશલની ફિલ્મ સેમ બહાદુરને માઉથ પબ્લિસીટીનો ફાયદો મળી રહ્યો છે. વર્લ્ડવાઈડ કલેક્શનની બાબતમાં તે 100 કરોડનો આંકડો પાર કરી ચુકી હતી, હવે ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર પણ 100 કરોડ ઉપરની કમાણી કરી ચુકી છે. સેમ માણેકશાની જિંદગી પર આધારિત આ ફિલ્મ ત્યારે પણ કમાલ કરી રહી છે જ્યારે બોક્સઓફિસ પર સાલાર, ડંકી અને એનિમલ જેવી બિગ બજેટની ફિલ્મો ઉપલબ્ધ છે. આ બધાની વચ્ચે વિક્કીએ પોતાની જ ફિલ્મનો રેકોર્ડ તોડ્યો છે.
સેમ બહાદુરનું કલેક્શન કેટલું થયું
સેમ બહાદુરે 25 દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે. વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસની વાત કરીએ તો તે 118.50 કરોડની કમાણી કરીચુકી છે. ભારતીય બોક્સ ઓફિસ પર આ આંકડો 100.50 કરોડને સ્પર્શી ગયો છે.
View this post on Instagram
વિકી કૌશલે તોડ્યો પોતાનો જ રેકોર્ડ
વિકી કૌશલે આ ફિલ્મ સાથે પોતાની ફિલ્મ જરા હટકે જરા બચકેના વર્લ્ડ વાઈડ ગ્રોસ કલેક્શનનો રેકોર્ડ તોડી દીધો છે. આ ફિલ્મનું ગ્રોસ કલેક્શન 116 કરોડ રુપિયા હતું. ભારતીય કલેક્શનની બાબતમાં હજુ સેમ બહાદુર જરા હટકે જરા બચકે થી પાછળ છે. કેમકે તેનું ભારતીય બોક્સ ઓફિસ પર કલેક્શન 104.70 કરોડ હતું.
આ પણ વાંચોઃ રીલ બનાવવાના ચક્કરમાં યુવકની જાહેરમાં ફિલ્મ ઉતરી ગઈ