ટ્રેન્ડિંગમનોરંજન

Merry Christmas ફિલ્મનું ટાઈટલ ટ્રેક રિલીઝ

Text To Speech

‘ટાઈગર 3’ની ભવ્ય સફળતા બાદ કેટરિના કૈફ ટૂંક સમયમાં જ ‘મેરી ક્રિસમસ’ સાથે ફરી એકવાર મોટા પડદા પર આવવા જઈ રહી છે. આ ફિલ્મમાં કેટરીના પહેલીવાર સાઉથ એક્ટર વિજય સેતુપતિ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે મેકર્સે ‘મેરી ક્રિસમસ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ કર્યું છે.

‘મેરી ક્રિસમસ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ

‘મેરી ક્રિસમસ’ સોન્ગની ઓડિયો ક્લિપ રિલીઝ કરવામાં આવી છે.મેકર્સે કેટરિના કૈફ અને વિજય સેતુપતિની તસવીરો સાથેની ઑડિયો ક્લિપ રિલીઝ કરી છે. લેટેસ્ટ રિલીઝ થયેલ ટાઈટલ ટ્રેક એશ કિંગે ગાયું છે અને તેનું સંગીત પ્રિતમે આપ્યું છે. આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

‘મેરી ક્રિસમસ’નું ડિરેક્શન શ્રીરામ રાઘવને કર્યું

‘મેરી ક્રિસમસ’નું ડિરેક્શન શ્રીરામ રાઘવને કર્યું છે. તેણે આ પહેલા બદલાપુર અને અંધાધૂન જેવી હિટ ફિલ્મો કરી છે. થોડા દિવસો પહેલા આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું અને તેણે બધાને ચોંકાવી દીધા હતા. તેને લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મમાં વિજય અને કેટરીનાની કેમેસ્ટ્રીમાં ઘણી તાજગી છે અને તે દર્શકોને પ્રભાવિત કરી શકે છે.

‘મેરી ક્રિસમસ’ ક્યારે રિલીઝ થશે?

‘મેરી ક્રિસમસ’નું શૂટિંગ અલગ-અલગ સહાયક કલાકારો સાથે બે ભાષામાં કરવામાં આવ્યું છે. હિન્દી સંસ્કરણમાં સંજય કપૂર, વિનય પાઠક, પ્રતિમા કન્નન અને ટીનુ આનંદ પણ છે. બીજી તરફ, રાધિકા સરથકુમાર, ષણમુગરાજા, કેવિન જય બાબુ અને રાજેશ વિલિયમ્સે તમિલ વર્ઝનમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે. મેરી ક્રિસમસ 12 જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Back to top button