ચીનમાં બરફના તોફાને તબાહી મચાવી, 72 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
ચીન, 26 ડિસેમ્બર 2023 : પડોશી દેશ ચીનમાં ઠંડીનું મોજું યથાવત છે. ખાસ કરીને બેઇજિંગમાં શિયાળાની શું સ્થિતિ છે, તેનો અંદાજ તમને એ વાત પરથી મળી શકે છે કે ત્યાં 72 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. જ્યાં દુનિયા નવા વર્ષને આવકારવાની તૈયારીમાં વ્યસ્ત છે, તો બીજી તરફ ચીનના ઘણા શહેરોમાં ‘સ્નો કર્ફ્યુ’ લાદવામાં આવ્યો છે.
ચીનની ગ્રેટ વોલ દુનિયાભરમાં પ્રખ્યાત છે, જ્યાં દર કલાકે હજારો પ્રવાસીઓ ઉમટી પડે છે. અત્યારે ત્યાં સન્નાટો છે. પક્ષીઓ પણ દેખાતા નથી. બધે જ બરફ છે. બરફના કારણે બધું સફેદ દેખાય છે. રસ્તાઓ પર પણ બરફ છે.
બરફ હટાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી નથી કારણ કે એન્ટાર્કટિકાથી આવેલા વાવાઝોડાને કારણે તાપમાન એટલું ઝડપથી ઘટી ગયું હતું કે ઘણા વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ભયંકર બની ગઈ હતી. માત્ર 1 થી 2 કલાકમાં તાપમાન 30 થી 40 ડિગ્રી સુધી ગગડી રહ્યું છે. તાપમાનમાં ઘટાડો થતાં સર્વત્ર અરાજકતા જોવા મળી રહી છે.
1951 પછી પહેલીવાર આવી સ્થિતિ
- 72 વર્ષ બાદ ચીનમાં ડિસેમ્બર મહિનામાં તાપમાન માઈનસ 40 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.
- રાજધાની બેઇજિંગમાં માઈનસ શૂન્ય તાપમાનનો રેકોર્ડ 1951થી તૂટી ગયો છે.
- 11 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 300 કલાક એવા છે જ્યારે તાપમાન શૂન્યથી નીચે નોંધાયું હતું.
- 1951 પછી આ પ્રથમ વખત છે જ્યારે આટલા લાંબા સમય સુધી તાપમાન શૂન્યથી નીચે છે.
- માત્ર બેઈજિંગ જ નહીં પરંતુ ચીનનો સમગ્ર ઉત્તર અને ઉત્તર-પૂર્વ વિસ્તાર હાલમાં તીવ્ર ઠંડીથી ત્રસ્ત છે.
- મધ્ય ચીનના હેનાન પ્રાંત અને બેઇજિંગના દક્ષિણ-પશ્ચિમના વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે હીટિંગ સિસ્ટમ્સ પણ નિષ્ફળ ગઈ છે.
- જિયાઓઝુઓ શહેરમાં થર્મલ પાવર સપ્લાયર્સ વધુ માંગને કારણે બંધ થઈ ગયા છે.
- જિયાઓઝુઓ વાંગફાંગ એલ્યુમિનિયમ મેન્યુફેક્ચરિંગના હીટિંગ બોઈલર તૂટી ગયા છે. જેના કારણે ગરમ પાણીનો પુરવઠો આપવામાં આવતો નથી.