ટ્રેન્ડિંગનેશનલ

વિવેક બિન્દ્રાની મુશ્કેલી વધી, પત્નીને માર મારવા બદલ FIR દાખલ

Text To Speech
  • વિવેક બિન્દ્રા પર પત્નીને માકઝૂડ કરવાનો આરોપ લાગ્યો છે, નોઈડા પોલીસે FIR નોંધીને આ કેસની તપાસ હાથધરી

નોઈડા, 26 ડિસેમ્બર: મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાની પત્ની સાથે ઘરેલુ હિંસા કેસમાં પરેશાનીઓ હવે વધી રહી છે. પોલીસે વિવેક સામે તપાસની ગતિ વધારી છે. આ સંબંધમાં સોમવારે નોઈડા પોલીસની ટીમ પણ સેક્ટર-94 સ્થિત વિવેક બિન્દ્રાની સોસાયટીમાં પુરાવા એકત્ર કરવા ગઈ હતી. તપાસ ટીમે સુરક્ષા કર્મચારીઓ સાથે વાત કરીને વિવેક વિશે માહિતી મેળવી હતી અને સોસાયટીના સીસીટીવી ફૂટેજ પણ એકત્ર કર્યા હતા.

વિવેક બિન્દ્રાના સાળા વૈભવે 14 ડિસેમ્બરે બનેવી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આરોપ છે કે ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર વિવેકે તેની પત્ની યાનિકાને મારઝૂડ કરી હતી. ઘરેલુ હિંસામાં યાનિકાને ગંભીર ઈજા થઈ છે. કેસ દાખલ કર્યા બાદ પોલીસે હવે કાર્યવાહી હાથધરી છે.

  • વિવેકે ગયા મહિને 6ઠ્ઠી નવેમ્બરે યાનિક સાથે લગ્ન કર્યા હતા. આરોપ છે કે 7 ડિસેમ્બરે વિવેકે તેની પત્નીને માર માર્યો હતો. હાલમાં નોઈડા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

પત્નીએ કેસ લડવા રાખ્યો મોટો વકીલ

વિવેક બિન્દ્રાની પત્નીએ આ કેસમાં એક મોટા વકીલને રોક્યા છે. વકીલના કહેવા પ્રમાણે તેમની પાસે વિવેક વિરુદ્ધ ઘણા પુરાવા છે. ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે. યાનિકા હાલમાં હોસ્પિટલમાં દાખલ છે અને ત્યાંથી રજા મળ્યા પછી તે પોલીસને મળશે અને અન્ય કલમો હેઠળ આરોપીઓ સામે કેસ દાખલ કરશે. હાલ પોલીસ તપાસ અંગે વકીલ કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી.

આ બધાની વચ્ચે વિવેક મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી સાથે ચાલી રહેલા વિવાદને કારણે પણ ચર્ચામાં છે. સંદીપ મહેશ્વરીના સમર્થનમાં લોકોએ સોશિયલ મીડિયા પર #stopvivekbindra અભિયાન શરૂ કર્યું છે. હાલમાં વિવેક વ્યક્તિગત અને વ્યવસાયિક બંને રીતે મુશ્કેલીઓથી ઘેરાયો છે.

આ પણ વાંચો: મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા પર પત્નીને ઘરેલુ હિંસાનો લગાવ્યો આરોપ

Back to top button