ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દરિયાઈ હુમલાને પહોંચી વળવા અરબ સમુદ્રમાં 3 ભારતીય યુદ્ધ જહાજ તૈનાત

Text To Speech

નવી દિલ્હી, 26 ડિસેમ્બર: ભારતીય નૌકાદળે દરિયામાં વધતા જતા હુમલાને રોકવા માટે ત્રણ ભારતીય જહાજો તૈનાત કર્યા છે. ભારતીય નૌકાદળના અધિકારીઓએ એમવી કેમ પ્લુટો નામનું જહાજ મુંબઈ બંદરે પહોંચ્યા બાદ તેનું પ્રારંભિક નિરીક્ષણ કર્યું .નૌકાદળના અધિકારીએ કહ્યું કે તેના પર ભારતના પશ્ચિમ કિનારે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ આ હુમલો ક્યાં થયો હતો અને તેના માટે કેટલા વિસ્ફોટકોનો ઉપયોગ કરાયો હતો જે ફોરેન્સિક છે અને તે ટેકનિકલ તપાસ બાદ જ જાણી શકાશે. ભારતીય નૌકાદળની એન્ટિ-વિસ્ફોટક ઑર્ડનન્સ ટીમે સોમવારે મુંબઈ પહોંચી ત્યારે અરબી સમુદ્રમાં ડ્રોન હુમલાનો સામનો કરનાર લાઇબેરિયન-ધ્વજવાળા વેપારી જહાજ એમવી કેમ પ્લુટોનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું.

ત્રણ જહાજો અરબી સમુદ્રમાં તૈનાત કરાયા

યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટર પેન્ટાગોને રવિવારે જણાવ્યું હતું કે એમવી કેમ પ્લુટોને ઈરાન દ્વારા કરાયેલા ડ્રોન હુમલાનો ભોગ બન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે વાણિજ્યિક જહાજો પરના તાજેતરના હુમલાઓને ધ્યાનમાં રાખીને, અને આ હુમલાને પહોંચી વળવા માટે નેવીએ યુદ્ધ જહાજો INS મોર્મુગાઓ, INS કોચી અને INS કોલકાતા તૈનાત કર્યા છે. તેમણે કહ્યું કે લોંગ રેન્જ મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ P8I પણ તૈનાત કરવામાં આવ્યું છે.

ગુજરાતના દરિયાકાંઠે જહાજ પર કરાયો હતો ડ્રોન હુમલો

શનિવારે પોરબંદરથી લગભગ 217 નોટિકલ માઇલના અંતરે 21 ભારતીય ક્રૂ મેમ્બર્સને લઈ જતા કોમર્શિયલ જહાજ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેના પગલે ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડે જહાજને સહાય પૂરી પાડવા માટે ઘણા જહાજો તૈનાત કર્યા હતા. આ જહાજ બપોરે 3.30 કલાકે મુંબઈના કિનારે પહોંચ્યું હતું. ભારતીય તટ રક્ષક જહાજ ICGS વિક્રમે તેમને મુંબઈ જતા માર્ગ પર સુરક્ષા પૂરી પાડી હતી.

અધિકારીએ કહ્યું કે અરબી સમુદ્રમાં વ્યાપારી જહાજો પર વધી રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં ત્રણ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર તૈનાત કરવામાં આવ્યા છે. પ્રવક્તાએ કહ્યું કે વિસ્ફોટક વિરોધી ઓર્ડનન્સ ટીમે જહાજનું વિશ્લેષણ પૂર્ણ કર્યા પછી, વિવિધ એજન્સીઓએ સંયુક્ત તપાસ શરૂ કરી. હવે આ ત્રણ જહાજો દ્વારા દરિયામાં થઈ રહેલી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી શકાશે.

આ પણ વાંચો: 24 કલાકમાં ભારતીય ક્રૂ સાથેના જહાજ પર બીજો ડ્રોન હુમલો, લાલ સમુદ્રમાં યુદ્ધનો માહોલ

Back to top button