ઉત્તર ગુજરાતએજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

NIMCJ ખાતે ‘ભારતમાં દલિત વિમર્શ’ વિશે ચર્ચાસત્ર યોજાયું

  • મેકર્સ ઑફ મોડર્ન દલિત હિસ્ટરી – પુસ્તકના સંદર્ભમાં ઇતિહાસ અને ભવિષ્યનું દર્શન રજૂ કર્યું

અમદાવાદ, 25 ડિસેમ્બરઃ ઉત્તર ભારતમાં દિવાળી પછી ઉજવાતી છઠ પૂજામાં સૌથી વધુ ભક્તિભાવ કોણ દર્શાવે છે? કાવડયાત્રામાં સૌથી વધુ કયા સમુદાયના લોકો હોય છે? રામનામી સંપ્રદાય શું છે અને કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો? શું શબરી વિના શ્રીરામની કલ્પના શક્ય છે? આ પ્રશ્નો સાથે પટણા યુનિવર્સિટી લૉ કૉલેજના પ્રાધ્યાપક ડૉ. ગુરુપ્રકાશ પાસવાને ભારતમાં દલિત વિમર્શ ઊભો કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.

nimcj-સેમિનાર-HDNews

“ભારતમાં દલિત વિમર્શ” વિષય પર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) અને સંસ્કૃતિ મંથન ચેરીટેબલ ટ્રસ્ટ (ભરતમંથન)ના સંયુક્ત ઉપક્રમે આજે, ૨૫ ડિસેમ્બરના રોજ યોજાયેલા ચર્ચાસત્રમાં બોલતા ડૉ. પાસવાને કહ્યું કે, ભારતમાં રહેલાં અમુક પરિબળો તેમજ વિદેશી તાકાતો દેશની સનાતન એકતાના ખંડિત કરવા તમામ પ્રકારના કાવાદાવા કરે છે. આ માટે આ વિધ્વંસક પરિબળો સનાતનમાં જાતિપ્રથા છે તેમ કહી પ્રહાર કરે છે. હવે જો સનાતન વિરોધીઓની આ દલીલ નિષ્ફળ બનાવવી હોય, તેમના પ્રયાસોને નકામા બનાવવા હોય તો વેદ વ્યાસથી લઈને ડૉ. બાબાસાહેબ આંબેડકર સુધીના લોકો વિશે આપણા સમાજને વધુને વધુ જાગૃત કરવો પડશે.

તેમણે કહ્યું કે, જાતિ યથાર્થ છે, જાતિવાદ વ્યર્થ છે અને હિન્દુ સમર્થ છે- આ સૂત્રને આધારે સામાજિક રીતે વંચિત રહેલા લોકોને સમાન તક આપીને ભારતીયતાને મજબૂત કરવી પડશે.

nimcj-સેમિનાર-HDNews

ચર્ચાસત્રનો પ્રારંભ કરતા મેકર્સ ઑફ મોડર્ન દલિત હિસ્ટરીના સહ-લેખક સુદર્શન રામભદ્રન ચેન્નઈથી ઑનલાઈન જોડાયા હતા. તેમણે ગુરુપ્રકાશ પાસવાનની સાથે મળીને આ પુસ્તક કેવી રીતે લખ્યું, તેમાં જે 18 દલિત અગ્રણીઓ વિશે વિસ્તારથી વાત કરી છે તેનો વિચાર કેવી રીતે આવ્યો વગેરેની ભૂમિકા બાંધી હતી. અમેરિકામાં અભ્યાસ કર્યા બાદ ભારત પરત આવીને નીતિ વિષયક અને જાહેર બાબતો અંગે સંશોધન અને લેખન કરનાર સુદર્શન રામભદ્રને રાષ્ટ્રવાદી અભિગમ ધરાવતા દલિત અગ્રણીઓ વિશે દેશમાં દરેક જગ્યાએ, ખાસ કરીને નાનાં શહેરો અને નગરોમાં વ્યાપક ચર્ચા-વિચારણા અને વિમર્શ થાય એ જરૂરી છે.

કાર્યક્રમના પ્રારંભે NIMCJના ડિરેક્ટર તથા સંસ્કૃતિ મંથન ટ્રસ્ટના અગ્રણી ડૉ. શિરીષ કાશીકરે મહેમાનોનું સ્વાગત કરીને સમગ્ર કાર્યક્રમની ભૂમિકા બાંધી હતી.

આ પણ વાંચોઃ અમેરિકામાં ઘૂસવા માગતા બદમાશો AAPના નામે ભારત સરકારને બદનામ કરે છે

Back to top button