ટ્રેન્ડિંગમનોરંજન

અનન્યા, કિયારા અને પરિણીતીએ શેર કરી ક્રિસમસ સેલિબ્રેશનની ઝલક!

Text To Speech
  • બોલિવુડમાં દર વર્ષે ક્રિસમસ દરમિયાન પાર્ટીઓની ધુમ રહે છે. 25 ડિસેમ્બરથી શરૂ થયેલી પાર્ટીઓ હવે 1 જાન્યુઆરી, 2024 સુધી ચાલશે. ક્રિસમસના દિવસે સેલિબ્રિટીઝે પોતાની ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. 

દર વર્ષે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ક્રિસમસ ડેની ધુમ રહે છે. સેલિબ્રીટીઝ પોતાના ખાસ અંદાજમાં ક્રિસમસ સેલિબ્રેશન કરે છે. આજે બોલિવુડની સુંદર અભિનેત્રી અનન્યા પાંડેએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી છે. જેમાં તે પોતાના નવા ઘરમાં ક્રિસમસ ડે સેલિબ્રેટ કરતી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

નવા ઘરમાં અનન્યાની પહેલી ક્રિસમસ

અભિનેત્રી અનન્યા પાંડે એ મુંબઈમાં પોતાનું નવુ ઘર ખરીદ્યું હતુ. અનન્યાએ પોતાના નવા ઘરમાં ક્રિસમસ સેલિબ્રેશન કરવા માટે નજીકના મિત્રો સાથે એક ઈન્ટિમેટ ક્રિસમસ પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. તેણે આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ ઉપરાંત તેણે ક્રિસમસ ટ્રી, ડેકોરેશન અને ક્રિસમસ ડિસીઝના ફોટો પણ શેર કર્યા છે. તેણે લખ્યું છે કે મારા ઘર પર પહેલી ક્રિસમસ! સિક્રેટ સાન્ટા, અઢળક ખાવાનું અને મારા જુના મિત્રો સાથે મજાનો સમય. હું આનાથી વધારે ગ્રેટફુલ ન હોઈ શકું.

અનન્યા, કિયારા અને પરિણીતીએ શેર કરી ક્રિસમસ સેલિબ્રેશનની ઝલક! hum dekhenge news

પરિણીતી ચોપરા ક્રિસમસ માટે લંડન પહોંચી

પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા સાથે તેની પ્રથમ ક્રિસમસ ઉજવવા લંડન પહોંચી છે. પરિણીતીએ રાઘવ સાથેના આ સેલિબ્રેશનની એક સુંદર તસવીર શેર કરી છે. પરિણીતી ચોપરાએ તેના સેલિબ્રેશનની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. પરિણીતીએ લંડનથી તેના પતિ સાથે પોતાની એક ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

લગ્ન બાદ કિયારાની પહેલી ક્રિસમસ

લગ્ન પછી કિયારા અડવાણીની પણ આ પહેલી ક્રિસમસની ઉજવણી છે. કિયારા અડવાણીએ પણ તેની પ્રથમ ક્રિસમસની સુંદર તસવીર શેર કરીને તેને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી છે. આ તસવીરમાં કિયારા લાલ રંગના આઉટફિટમાં છે અને સિદ્ધાર્થ પણ લાલ પેન્ટમાં જોવા મળી રહ્યો છે. આ પોસ્ટમાં કિયારા સિદ્ધાર્થને ગળે લગાવતી જોવા મળે છે અને અભિનેતા તેને કિસ કરતો જોવા મળે છે.

આ પણ વાંચોઃ ત્રણ દિવસમાં સાલારનું કલેક્શન 400 કરોડને પારઃ વીકેન્ડ પર બમ્પર કમાણી

Back to top button