ત્રણ દિવસમાં સાલારનું કલેક્શન 400 કરોડને પારઃ વીકેન્ડ પર બમ્પર કમાણી
- ભારતીય બોક્સ ઓફિસની વાત કરીએ તો દેશભરના થિયેટર્સમાં 200 કરોડથી વધુની કમાણી થઈ ચુકી છે, જ્યારે વર્લ્ડવાઈડ તો ફિલ્મે રેકોર્ડ બ્રેક કમાણી કરી લીધી છે.
બોક્સઓફિસ પર સાલારનું તોફાન રોકાવાનું નામ લેતુ નથી. સાઉથના સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ સાલારે ત્રણ દિવસમાં જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ભારતીય બોક્સ ઓફિસની વાત કરીએ તો દેશભરના થિયેટર્સમાં 200 કરોડથી વધુની કમાણી થઈ ચુકી છે, જ્યારે વર્લ્ડવાઈડ તો ફિલ્મે રેકોર્ડ બ્રેક કમાણી કરી લીધી છે. સાલારનું કલેક્શન વર્લ્ડવાઈડ 400 કરોડને પાર થઈ ગયું છે.
ત્રણ દિવસમાં કેટલી થઈ ફિલ્મની કમાણી
પ્રશાંત નીલના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘સાલાર’એ પહેલા દિવસે 90.7 કરોડનું કલેક્શન કર્યું છે, બીજા દિવસે 56.35 કરોડની કમાણી કરી છે. ત્રીજા દિવસે 62.05 કરોડની કમાણી કરી છે. આ રીતે સાલારે ત્રણ દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર 209.1 કરોડનું કલેક્શન કરી દીધું છે.
𝐓𝐡𝐞 𝐭𝐡𝐨𝐮𝐬𝐚𝐧𝐝𝐬 𝐨𝐟 𝐡𝐚𝐧𝐝𝐬 𝐭𝐡𝐚𝐭 𝐰𝐞𝐧𝐭 𝐢𝐧𝐭𝐨 𝐦𝐚𝐤𝐢𝐧𝐠 #𝐒𝐚𝐥𝐚𝐚𝐫𝐂𝐞𝐚𝐬𝐞𝐅𝐢𝐫𝐞 💥
▶️ https://t.co/pS07NVanFL#BlockbusterSalaar #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan… pic.twitter.com/EnPc4wXX5L
— Salaar (@SalaarTheSaga) December 25, 2023
ડંકી સામે મેદાન મારી ગઈ ‘સાલાર’
વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, ‘સાલાર’એ વીકેન્ડ પર દુનિયાભરની બોક્સ ઓફિસ પર 402 કરોડનું કલેક્શન કર્યું છે. જ્યારે ‘સાલાર’ના એક દિવસ પહેલા બોક્સ ઓફિસ પર આવેલી ડંકીએ વર્લ્ડવાઈડ માત્ર 215 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
𝑩𝑶𝑿 𝑶𝑭𝑭𝑰𝑪𝑬 𝑲𝑨 𝑺𝑨𝑳𝑨𝑨𝑹 🔥#BlockbusterSalaar hits 𝟒𝟎𝟐 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) 𝐢𝐧 𝟑 𝐃𝐚𝐲𝐬!#RecordBreakingSalaar #SalaarRulingBoxOffice#Salaar #SalaarCeaseFire #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms… pic.twitter.com/C8rFGeSs86
— Salaar (@SalaarTheSaga) December 25, 2023
વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શન
પહેલો દિવસ, શુક્રવાર રૂ. 178.7 કરોડ
બીજો દિવસ, શનિવાર રૂ. 117 કરોડ
ત્રીજો દિવસ ( રવિવાર) રૂ. 106.3 કરોડ
કુલ કલેક્શન- રૂ. 402 કરોડ
પ્રશાંત નીલે કર્યુ છે સાલારનું નિર્દેશન
પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ‘સાલાર’ એક એક્શનથી ભરપૂર ફિલ્મ છે. આ ફિલ્મને તેલુગુ રાજ્યોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તે એક્શન ડ્રામા ફિલ્મ છે. ફિલ્મમાં શ્રુતિ હાસન, જગપતિ બાબુ, બોબી સિમ્હા, ટીનુ આનંદ, ઈશ્વરી રાવ, શ્રિયા રેડ્ડી અને રામચંદ્ર રાજુએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.
આ પણ વાંચોઃ રણબીર-આલિયાએ ફેન્સને આપી સરપ્રાઈઝ! રાહાનો ચહેરો પહેલીવાર બતાવ્યો