Disney+Hotstar ફેબ્રુઆરી સુધીમાં Jio+Hotstarમાં ફેરવાઈ શકે, રિલાયન્સે કર્યા કરાર
મુંબઈ, 25 ડિસેમ્બર: મુકેશ અંબાણીએ થોડા વર્ષો પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમમાં મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ખૂબ જ જલ્દી એ દિવસ આવશે જ્યારે ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે અને તે જ દિવસે OTT પર પણ રિલીઝ થશે. હવે લાગે છે કે તેમણે જે કહ્યું તે સાચું સાબિત થશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઘણા સમયથી ડિઝની પાસેથી સ્ટાર ઈન્ડિયાનો બિઝનેસ ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. હવે તેમાં એક મોટું અપડેટ આવ્યું છે.
રિલાયન્સે ડિઝની સાથે કર્યા કરાર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝની કંપનીએ ગયા અઠવાડિયે લંડનમાં બિન-બંધનકર્તા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આનો અર્થ એ થયો કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ડિઝનીના અધિકારીઓ હવે સાથે બેસીને ડિઝનીના સ્ટાર ઈન્ડિયા બિઝનેસને હસ્તગત કરવા માટે અંતિમ તબક્કાની વાતચીત કરશે. ડિઝનીના સ્ટાર ઈન્ડિયા બિઝનેસનું વેલ્યુએશન નક્કી કરવામાં આવશે, જો કે જો અંતિમ સોદો ન થાય તો બંનેમાંથી કોઈ એક પક્ષ પીછેહઠ કરી શકે છે.
Disney+Hotstar બનશે Jio+Hotstar
જો મુકેશ અંબાણી અને ડિઝની વચ્ચેની વાતચીત કોઈ મક્કમ ડીલ પર પહોંચે છે, તો શક્ય છે કે Disney+Hotstar ફેબ્રુઆરી સુધીમાં Jio+Hotstar બની શકે છે. ET સમાચાર અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નવી કંપનીમાં 51% હિસ્સો ધરાવે છે, જ્યારે Star India 49% હિસ્સો જાળવી શકે છે. જ્યારે ભારતમાં તે તેના ટેલિવિઝન અને OTT બિઝનેસમાંથી બહાર નીકળી શકે છે. જો બધું બરાબર રહ્યું તો જાન્યુઆરીના અંત સુધીમાં આ મંત્રણાઓ પૂર્ણ થઈ શકે છે અને મર્જરની અંતિમ ડીલ થઈ શકે છે. જોકે બંને કંપનીઓએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતમાં મીડિયા અને મનોરંજન ક્ષેત્રે પહેલેથી જ છે. તેની પાસે Viacom 18 છે. આવી સ્થિતિમાં ડિઝની સાથે આ ડીલ ત્યારે થવા જઈ રહી છે જ્યારે દેશમાં 2 વર્ષથી અટવાયેલા ‘ઝી એન્ટરટેઈનમેન્ટ’ અને ‘સોની ગ્રુપ’ના ઈન્ડિયા બિઝનેસનું મર્જર થવા જઈ રહ્યું છે. આ દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું મીડિયા મર્જર છે. ગૌતમ અદાણી પણ મીડિયા અને ન્યૂઝ બિઝનેસમાં પ્રવેશ્યા છે.
સૌથી મોટી મીડિયા કંપની બનશે
જો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ડિઝની વચ્ચેની ડીલ થઈ જાય છે તો તે દેશની સૌથી મોટી મીડિયા કંપનીઓમાંથી એક બની જશે. તેમાં કુલ 115 ટીવી ચેનલો અને 2 OTT પ્લેટફોર્મ હશે. હાલમાં સ્ટાર ઇન્ડિયા પાસે 77 ચેનલો છે અને Viacom 18 પાસે 38 ચેનલો છે.
આ પણ વાંચો: Paytmએ 1000થી વધુ લોકોની છટણી કરી