ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

ઠંડીમાં મોજા પહેરીને સુવાના આ છે નુકશાનઃ તમે તો નથી કરતા ને આ ભુલ?

Text To Speech
  • ઘણી વખત કેટલાક લોકોને ફરિયાદ રહેતી હોય છે કે ઠંડીના લીધે રાતે તેમના પગ ઠરી જાય છે. આ કારણે રાતે ઉંઘ પણ આવતી નથી. પગના તળિયાને ગરમ રાખવા માટે લોકો મોજા પહેરીને સુવાનું પસંદ કરે છે

ઠંડીની સીઝન શરૂ થઈ ચુકી છે. ઠંડીથી બચવા માટે કેટલાક લોકો રાતે મોજા પહેરવાનું પસંદ કરે છે. તેઓ મોજા સાથે જ સુઈ જાય છે. જો તમે પણ આ લિસ્ટમાં સામેલ હો તો તમારી આ આદત તરત બદલી નાંખજો. ઘણી વખત કેટલાક લોકોને ફરિયાદ રહેતી હોય છે કે ઠંડીના લીધે રાતે તેમના પગ ઠરી જાય છે. આ કારણે રાતે ઉંઘ પણ આવતી નથી. પગના તળિયાને ગરમ રાખવા માટે લોકો મોજા પહેરીને સુવાનું પસંદ કરે છે, શું તમે પણ રાતે મોજા પહેરીને સુવાની ટેવ તો નથી ધરાવતા ને? તે તમારી હેલ્થને ખૂબ નુકશાન પહોંચાડી શકે છે.

મોજા સાથે સુઈ જવાના નુકશાન જાણો

ઠંડીમાં મોજા પહેરીને સુવાના આ છે નુકશાનઃ તમે તો નથી કરતા ને આ ભુલ? hum dekhenge news

બ્લડ સર્ક્યુલેશન ઘટે છે

રાતે સુતી વખતે વધુ ટાઈટ મોજા પહેરવાથી બ્લડ સરક્યુલેશન પ્રભાવિત થાય છે. આ સમસ્યાથી બચવા માટે પથારીમાં જતા પહેલા મોજા કાઢી નાંખવા જોઈએ અથવા તો ઢીલા મોજા પહેરો.

પગમાં ઈન્ફેક્શન

મોજા પહેરવાના કારણે પગમાં ઈન્ફેક્શન થઈ શકે છે. દિવસભર મોજા પહેરી રાખશો તો તેમાં ગંદકી અને બેક્ટેરિયા ચોંટીને પગમાં ઈન્ફેક્શનનું કારણ બની શકે છે.

અનિંદ્રાની પરેશાની

ટાઈટ મોજા પહેરીને સુવાથી તમે અસહજતા અનુભવો છો, તેથી જરૂરી છે કે તમે રાતે સુતી વખતે મોજા ઉતારી દો. ટાઈટ મોજા પગમાં ખંજવાળનું કારણ પણ બની શકે છે. રાતે પગમાં મોજા પહેરીને સુવાથી વ્યક્તિ ગભરામણ અનુભવે છે અને અનિંદ્રાની પરેશાની પણ થઈ શકે છે.

ઠંડીમાં મોજા પહેરીને સુવાના આ છે નુકશાનઃ તમે તો નથી કરતા ને આ ભુલ? hum dekhenge news

ઓવરહીટિંગની સમસ્યા

રાતે મોજા પહેરીને સુવાથી ઓવર હીટિંગની સમસ્યા થઈ શકે છે. રાતે સુતી વખતે મોજા પહેરવાના કારણે શરીરનું તાપમાન વધી જાય છે. જો તમારા મોજામાંથી હવા પાસ થતી નથી, તો તે ઓવરહીટિંગનું કારણ બને છે. તેના કારણે મગજમાં ગરમી ચઢી શકે છે અને બેચેનીનું કારણ બની શકે છે.

દિલને કરે છે પ્રભાવિત

ટાઈટ મોજા પહેરીને સુવાથી પગની નસો પર દબાણ પડે છે અને હાર્ટ સુધી લોહી પંપ થવામાં તકલીફ પડી શકે છે. આવા સંજોગોમાં દિલને પંપ કરવામાં વધારે જોર કરવું પડે છે અને તેના કારણે હ્રદયને નુકશાન પહોંચે છે.

આ પણ વાંચોઃ Paytmએ 1000થી વધુ લોકોની છટણી કરી

Back to top button