આધુનિક હથિયારોથી સજ્જ INS ઇમ્ફાલ નૌકાદળમાં જોડાશે, જાણો તેની ખાસ વિશેષતા
નવી દિલ્હી, 25 ડિસેમ્બર: સમુદ્રમાં જોખમ વધતાં ભારતીય નૌકાદળે પોતાની તાકાત વધારી છે. હિંદ મહાસાગરમાં ચીનની વધતી જતી ગતિવિધિઓ અને દુશ્મનોના હુમલાને લીધે ભારતની દરિયાઈ ક્ષમતાને મજબૂત બનાવવા INS ઈમ્ફાલને મંગળવારે ભારતીય નૌકાદળમાં સામેલ થશે. ખાસ વાત એ છે કે, INS ઇમ્ફાલ સપાટીથી પર માર મારનાર બ્રહ્મોસ મિસાઈલથી સજજ છે. અને તે સ્વદેશી રીતે નિર્મિત સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. આ પહેલું યુદ્ધ જહાજ છે જેનું નામ ઉત્તર-પૂર્વ ક્ષેત્રના કોઈ શહેર પર રાખવામાં આવ્યું છે. જો કે,રાષ્ટ્રપતિએ એપ્રિલ 2019માં તેને મંજૂરી આપી હતી.
🇮🇳 Indian Navy’s Indigenously built destroyer ‘INS Imphal’ ⚓️ launches the BrahMos cruise missile over the Arabian Sea two days before her commissioning. pic.twitter.com/9CstGk10ZR
— Hinduvaadi Tapan (@hinduvaaditapan) December 24, 2023
પહેલીવાર કોઈ રાજ્યના પાટનગરનું નામ અપાયું
અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે મુંબઈના નેવલ ડોકયાર્ડમાં એક કાર્યક્રમનું આયોજન કરાશે, જ્યાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં યુદ્ધ જહાજને સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે યુદ્ધ જહાજનું નામ મણિપુરની રાજધાની પર રાખવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય સુરક્ષા અને સમૃદ્ધિ માટે પૂર્વોત્તર ક્ષેત્રનું મહત્વ દર્શાવે છે. આ જહાજનું વજન 7,400 ટન છે અને કુલ લંબાઈ 164 મીટર છે. તે સપાટીથી સપાટી પરની મિસાઇલો અને જહાજને નાશ કરતી મિસાઇલો અને ટોર્પિડોથી સજ્જ છે.
બંદર અને સમુદ્રમાં INS ઇમ્ફાલનું સફળ પરીક્ષણ
આઈએનએસ ઈમ્ફાલે બંદર અને દરિયાઈ બંને જગ્યાએ લાંબો ટ્રાયલ પ્રોગ્રામ પસાર કર્યો હતો. આ પૂર્ણ કર્યા પછી જ INS ઇમ્ફાલને 20 ઑક્ટોબરે ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદ, જહાજે ગયા મહિને વિસ્તૃત-રેન્જ સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. નોંધનીય છે કે નૌકાદળમાં સામેલ થયા પહેલા કોઈપણ સ્વદેશી યુદ્ધ જહાજ માટે આ પ્રકારનું પ્રથમ ટ્રાયલ હતું. આ પરીક્ષણમાં મળેલી સફળતાએ ચોક્કસપણે ભારતીય નૌકાદળનું મનોબળ વધાર્યું છે.
INS ઇમ્ફાલની વિશેષતાઓ:
- 57 ફૂટ ઊંચાઈ, 535 ફૂટ લંબાઈ, 7400 ટન વજન
- 56 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ, આધુનિક શસ્ત્રો
- બ્રહ્મોસ સરફેસ ટુ સરફેસ મિસાઈલ
- એન્ટિશિપ સેન્સર્ડ મિસાઇલ, સર્વેલન્સ રડાર
- 4 ટોર્પિડો ટ્યુબ, 76MM રેપિડ માઉન્ટ ગન
- 75% સ્વદેશી, સ્ટીલ DMR 249A થી બનેલું
- 42 દિવસ સુધી દરિયામાં રહી શકે છે, 300 સૈનિકો તૈનાત થઈ શકે છે
- 32 બરાક, 8 મિસાઈલ, 16 બ્રહ્મોસ એન્ટી શિપ મિસાઈલ
- 2 ધ્રુવ અને સી-કિંગ હેલિકોપ્ટર, 2 એન્ટી સબમરીન
આ પણ વાંચો: અરબી સમુદ્રમાં હાઇજેક માલ્ટા જહાજની મદદ માટે ભારતીય નૌકાદળ આગળ આવ્યું