ટ્રેન્ડિંગયુટિલીટીવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

નાસાના પૂર્વ સંશોધકનો નવો દાવો, સમુદ્રની નીચે રહે છે એલિયન્સ..

ન્યૂયોર્ક, 25 ડિસેમ્બર : નાસાના એમ્સ રિસર્ચ સેન્ટરમાં કામ કરતા પ્રતિષ્ઠિત શિક્ષણશાસ્ત્રી કેવિન નુથ માને છે કે એલિયન્સ પૃથ્વીની સપાટી પર રહેવાને બદલે પાણીની નીચે રહીને આપણા પર નજર રાખતા હોઈ શકે તેવા ઘણા કારણો છે.

એલિયન્સ વિશે રોજ નવા નવા દાવા કરવામાં આવે છે. યુએફઓને લઈને એવું કહેવાય છે કે તેઓ વારંવાર પૃથ્વી પર આવે છે. બ્રિટનમાં 2.5 વર્ષમાં લગભગ 1000 UFO જોવા મળ્યા હતા. આજ રીતે, એક નિષ્ણાતે કહ્યું હતું કે એલિયન્સને શોધી ન શકાય તેથી તે આપણા સૌરમંડળની બહાર અંધારાવાળી જગ્યાએ છૂપાઈને રહે છે. હવે નાસાના પૂર્વ સંશોધકે એક અનોખો દાવો કર્યો છે. તે શું કહે છે તે જાણીએ…

મહાસાગરોની નીચે એલિયન્સ

તે માને છે કે યુએફઓના પાઇલોટ્સ આપણા મહાસાગરોની નીચે હોઈ શકે છે. 2001 થી 2005 સુધી નાસાના એમ્સ રિસર્ચ સેન્ટરમાં કામ કરનાર પ્રતિષ્ઠિત શૈક્ષણિક કેવિન નુથ માને છે કે એલિયન્સ પૃથ્વીની સપાટી પર રહેવાને બદલે પાણીની નીચે રહીને આપણા પર નજર રાખતા હોઈ તેવા ઘણા કારણો છે.

સમુદ્ર, એલિયન્સ માટે શ્રેષ્ઠ

તેણે કહ્યું કે જો એલિયન્સ છુપાયેલા રહેવા માંગતા હોય તો સમુદ્રનું તળિયું તેમના માટે શ્રેષ્ઠ સ્થળ છે. તેઓ ત્યાં એક બેઝ બનાવીને રહેતા હશે. તેણે થિયરીઝ ઓફ એવરીથિંગ પોડકાસ્ટનમાં જણાવ્યું કે ‘પૃથ્વીની સપાટીનો 75% ભાગ પાણી છે તેમજ પાણીમાં આપણી બહુ ઓછી પહોંચ છે. તેથી, એલિયન્સ માટે છુપાવવાની આ શ્રેષ્ઠ જગ્યા છે.

તાજેતરમાં જોવા મળેલા યુએફઓ (UFO)ના ઘણા દૃશ્યોમાં એવા એરક્રાફ્ટનો સમાવેશ છે જે હવા અને સમુદ્ર વચ્ચે સરળતાથી આગળ વધે છે. કેવિન કહે છે કે જો તે અકવેટિક એનવારોમેન્ટ માંથી આવ્યા હોય તો તેના માટે આ વાતાવરણ વધુ સારું રહેશે.

જમીન પર રહેવું મુશ્કેલ

વાતાવરણમાં ગરમીની ક્ષમતા ઓછી હોય છે, જ્યારે એક ગ્રહથી બીજા ગ્રહ પર જઈએ છીએ, ત્યારે તમારા વાતાવરણમાં તાપમાનમાં ઘણો તફાવત જોવા મળે છે. જેમ કે, મંગળ પર તાપમાન શૂન્ય ફેરનહીટથી 100 ડિગ્રી નીચે હશે અને શુક્ર પર તે 800 ડિગ્રી ફેરનહીટ હશે. તેથી શુક્ર પરનું વાતાવરણ આપણા વાતાવરણ કરતાં લગભગ 100 ગણું ઘન છે, જ્યારે મંગળ પરની હવા લગભગ 100 ગણી પાતળી છે.

એલિયન્સને પાણીની કોઈ સમસ્યા નથી

સપાટી પર રહેવામાં તેને ઘણા પ્રકારની સમસ્યાઓ સામનો કરવો પડી શકે છે પરંતુ જો તે સમુદ્રમાં રહે તો તેને સરળતા રહે છે. કારણ કે સમુદ્રના તાપમાનમાં વધુ ફેરફાર થતો નથી. જેમ કે તાપમાન 32 ડિગ્રી ફેરનહીટ અને 212 ડિગ્રી ફેરનહીટ વચ્ચે રહે છે. તેથી, સમુદ્રથી બીજા ગ્રહ પર જવામાં તેને સરળતા રહે છે.

આ પણ વાંચો : ગેસ વાળા ગ્રહો કેમ આસપાસ કોઈ પૃથ્વીને બનવા દેતા નથી ?

Back to top button