ગેસ વાળા ગ્રહો કેમ આસપાસ કોઈ પૃથ્વીને બનવા દેતા નથી ?
- સ્ટાર સિસ્ટમમાં, મોટા ગ્રહો નજીકના ગ્રહોને પ્રભાવિત કરે છે
- આ કારણે પૃથ્વી જેવા ગ્રહો પર જીવનની સ્થિતિ શક્ય નથી
અમદાવાદ, 25 ડિસેમ્બર : પૃથ્વીથી દૂર સ્થિત વાયુયુક્ત ગ્રહો કેટલીકવાર તેની નજીકમાં પૃથ્વી જેવા ગ્રહોને રહેવા યોગ્ય બનવા દેતા નથી. જ્યારે આપણા સૌરમંડળમાં ગુરુ આંતરિક ગ્રહોનું રક્ષણ કરે છે, ત્યારે દૂરના સૌરમંડળમાં ત્યાંનાં ગ્રહો, નાના ગ્રહોને જીવનના વિકાસ માટે યોગ્ય વાતાવરણ બનવા ડેટ નથી.
આપણું સૌરમંડળ ખૂબ જ અનોખું છે. અહીં માત્ર જીવન સાથે પૃથ્વી જ નહીં પણ એવી ઘણી વિશેષતાઓ છે જે ખગોળશાસ્ત્રીઓને અન્ય સ્ટાર સિસ્ટમ્સમાં જોવા મળતી નથી. ખગોળશાસ્ત્રીઓ સતત એવા ગ્રહો શોધી રહ્યા છે જ્યાં જીવન હોય અથવા તો ત્યાં ભવિષ્યમાં જીવનની સંભાવના શક્ય બને. અત્યાર સુધી તેમને આવો કોઈ ગ્રહ મળ્યો નથી. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુશાર વિશાળ વાયુયુક્ત ગ્રહો તેની નજીક પૃથ્વી જેવા ગ્રહોને વિકસવા દેતા નથી.
આ કેવી રીતે થઈ શકે?
એક અભ્યાસમાં જણાવવામાં અનુશાર, ઘણી ગ્રહ પ્રણાલીઓમાં, વિશાળ વાયુયુક્ત ગ્રહો વિક્ષેપના એજન્ટ તરીકે કામ કરે છે. આ સિસ્ટમોમાં પૃથ્વી જેવા બીજા ગ્રહો બનવા દેતા નથી, તે આ સંભવિત પૃથ્વી પર જીવનના વિકાસની શક્યતાને ખતમ કરતા રહે છે.
ભ્રમણકક્ષામાંથી બહાર ફેકે છે
વિશાળ ગેસ ગ્રહો ભ્રમણકક્ષામાંથી નાના ગ્રહોને તેમની આબોહવામાં વિક્ષેપ પાડીને તેને હેબિટેબલ ઝોન માંથી બહાર ધકેલી દે છે.
વસવાટયોગ્ય ક્ષેત્ર શું છે?
વસવાટયોગ્ય ક્ષેત્ર એ એવો વિસ્તાર છે જ્યાં તારાના અંતરને આધારે ગ્રહ ખૂબ ગરમ કે ખૂબ ઠંડો ન હોઈ શકે. જીવન માટે ગ્રહનું ખડકાળ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, આ શ્રેણીમાં રહેતા ગ્રહોમાં પ્રવાહી પાણી અને જીવન માટે અન્ય અનુકૂળ પરિસ્થિતિઓની હાજરી પણ હોવી જરૂરી છે.
સંશોધકોએ HD141399 સિસ્ટમના ચાર વિશાળ ગેસ ગ્રહોનો અભ્યાસ કર્યો. તેઓ તેમના તારાથી દૂર સ્થિત છે. આ જ કારણ હતું કે સંશોધકો આ સિસ્ટમને આપણા સૌરમંડળ સાથે સરખાવવા માગતા હતા કારણ કે ગુરુ અને શનિ આપણા સૌરમંડળમાં પણ સમાન સ્થાન ધરાવે છે. ઘણા સિમ્યુલેશન કરીને, તેઓએ જોયું કે આ સિસ્ટમના આ ગ્રહો અંદરના ગ્રહોની ભ્રમણકક્ષા બદલી શકે છે. વસવાટયોગ્ય ક્ષેત્રની અંદરના ગ્રહોને પણ ભ્રમણકક્ષામાંથી બહાર ફેંકી દે છે આ જ કારણ છે કે ત્યાં પૃથ્વી જેવો કોઈ ગ્રહ નથી.
આ પણ વાંચો : સતત વ્યસ્ત રહેવાની આદત પણ એક રોગ છે…