ટ્રેન્ડિંગવર્લ્ડ

ઈન્ડોનેશિયાની એક ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતાં 13 શ્રમિકો મૃત્યુને ભેટ્યા

Text To Speech

જકાર્તા (ઈન્ડોનેશિયા), 25 ડિસેમ્બર: ઈન્ડોનેશિયામાં ચીનની માલિકીની ભઠ્ઠીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 13 લોકોના મૃત્યુ થયા છે. ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર ચીનની માલિકીના નિકલ પ્લાન્ટમાં રવિવારે આ દુર્ઘટના બની હતી. જોરદાર વિસ્ફોટ દરમિયાન ઓછામાં ઓછા 13 કર્મચારીઓના મૃત્યુ થયા ૃૃ-હતા. જ્યારે અન્ય ઘણા 38 લોકો ઘાયલ થયા હતા. પોલીસ અને કંપનીના એક અધિકારીએ આ જાણકારી આપી.  હાલમાં ઘાયલ કામદારોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કંપનીની બેદરકારીને લીધે જીવલેણ દુર્ઘટના સર્જાઈ

પીટી ઇન્ડોનેશિયા મોરોવાલી ઇન્ડસ્ટ્રિયલ પાર્કની પેટાકંપની પીટી ઇન્ડોનેશિયા ત્સિંગશાન સ્ટેનલેસ સ્ટીલ ખાતે આ ભયાનક ઘટના બની હતી, જે પીટી IMIP તરીકે વધુ જાણીતી છે. નિકલ સ્મેલ્ટિંગ પ્લાન્ટ ચીનના મહત્વાકાંક્ષી આંતરરાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમ હેઠળ બનાવવામાં આવ્યો છે જેને બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ તરીકે ઓળખવામાં આવે છે. શક્તિશાળી વિસ્ફોટથી ભઠ્ઠીનો નાશ થયો અને બિલ્ડિંગની બાજુની દિવાલોના ભાગોને નુકસાન થયું. વિસ્ફોટના કારણે આગ લાગી હતી જે લગભગ ચાર કલાકના બચાવ અભિયાન દરમિયાન ઓલવાઈ ગઈ હતી. કંપનીની બેદરકારીના કારણે આ ઘટના બની છે કે કેમ તે અંગે હાલમાં તપાસ ચાલી રહી છે.

કંપનીએ આ ઘટના માટે માફી માંગી 

કંપનીના પ્રવક્તા ડેડી કુર્નિયાવાને કહ્યું કે અમે આ ઘટના માટે દિલથી માફી માંગીએ છીએ અને અકસ્માતના કારણની તપાસ માટે અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. દરમિયાન, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ભઠ્ઠીના તળિયે વિસ્ફોટક પ્રવાહી હતા, જેના કારણે નજીકના ઓક્સિજન સિલિન્ડરમાં આગ અને વિસ્ફોટ થયો હતો.

આ પણ વાંચો: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી કંપનીમાં ધડાકો, નવનાં મૃત્યુ

Back to top button