- વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે જાહેરમાં અપમાનજનક શબ્દો બોલ્યા
- ભાજપના જિલ્લા મહામંત્રી દ્વારા પૂર્વ સાંસદ સામે ફરિયાદ નોંધાવવામાં આવી
- ટિપ્પણીના વિવાદમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન શરૂ થયુ છે
ગુજરાતમાં પૂર્વ સાંસદને વડાપ્રધાન મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરવી ભારે પડી છે. જેમાં અમરેલીમાં વડાપ્રધાનના અપમાન બદલ પૂર્વ સાંસદ ઠુમ્મર સામે ગુનો દાખલ થયો છે. તેમજ BJPના સાંસદ, બે MLA, જિ. પં. પ્રમુખ સામે પણ પોલીસને અરજી લીધી છે.
ભાજપના જિલ્લા મહામંત્રી દ્વારા પૂર્વ સાંસદ સામે ફરિયાદ નોંધાવવામાં આવી
ભાજપના જિલ્લા મહામંત્રી દ્વારા પૂર્વ સાંસદ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમાં ટિપ્પણીના વિવાદમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન બાદ અમરેલીમાં પૂર્વ સાંસદ સામે ગુનો નોંધાયો છે. અમરેલીમાં કોંગ્રેસના સંમેલન દરમિયાન પૂર્વ સાંસદ વિરજી ઠુંમર દ્વારા વડાપ્રધાન વિશે અભદ્ર શબ્દોમાં ટિપ્પણીના વિવાદમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન બાદ અમરેલીમાં પૂર્વ સાંસદ સામે ગુનો નોંધાયો છે. સામે પૂર્વ સાંસદે પણ ભાજપના સાંસદ, બે ધારાસભ્યો સહિતના સામે ફરિયાદ નોંધવા માટે પોલીસને લેખિત અરજી આપી છે.
આ પણ વાંચો: ગુજરાત આગામી દિવસોમાં ઠંડી માટે તૈયાર, અંબાલાલ પટેલની કરી આ આગાહી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે જાહેરમાં અપમાનજનક શબ્દો બોલ્યા
અમરેલીમાં કોંગ્રેસના સંમેલન દરમિયાન પૂર્વ સાંસદ વીરજી ઠુંમર દ્વારા વડાપ્રધાન વિશે અભદ્ર શબ્દોમાં ટિપ્પણી કરવાના વિવાદમાં અમરેલી જિલ્લામાં અમરેલી, સાવરકુંડલા, રાજુલા, વડીયા, ચલાલા, લાઠી સહિતના સ્થળ પૈકી અમુકમાં પૂતળા દહન અને અમુકમાં માત્ર વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજાયા હતા. અમરેલી સીટી પોલીસ મથકમાં ભાજપના જિલ્લા મહામંત્રી મેહુલ ધોરાજીયા દ્વારા પૂર્વ સાંસદ વિરજી ઠુંમર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસ પક્ષના પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમરએ પોતાના ભાષણમાં ઇરાદા પુર્વક ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે જાહેરમાં અપમાનજનક શબ્દો બોલી, બદનક્ષી કરી, જાહેર સુલેહ શાંતીનો ભંગ થાય તેવુ કૃત્ય આચર્યું હતું.