વિકી કૌશલની સિદ્ધિમાં નવું છોગું, સ્વયં ઈન્સ્ટાગ્રામે તેને ફૉલો કરવાનું શરૂ કર્યું


- બોલિવૂડ એક્ટર વિકી કૌશલ માટે સારા સમાચાર
- ઇન્સ્ટાગ્રામ દ્વારા વિકી કૌશલને ફૉલો કરવામાં આવ્યો
મુંબઈ, 24 ડિસેમ્બર: બોલિવૂડ એક્ટર વિકી કૌશલ તેમની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ‘સેમ બહાદુર’ અને ‘ડંકી’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ દરમિયાન વિકી કૌશલ વિશે વધુ એક સારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. સ્વયં ઈન્સ્ટાગ્રામે વિકી કૌશલને ફૉલો કરવાનું શરૂ કર્યું છે. ઈન્સ્ટાગ્રામે સૌપ્રથમ કોઈ બોલિવૂડ એક્ટરને ફૉલો કર્યો છે તો તે છે વિકી કૌશલ. ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતુ એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ જ છે, જેના 665 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેની સામે આ પેજ માત્ર 81 એકાઉન્ટ્સને જ ફૉલો કરે છે અને તેમાંથી એક હવે વિકી કૌશલનું નામ પણ સામેલ છે.
View this post on Instagram
ઇન્સ્ટાગ્રામે બોલિવૂડ એક્ટર વિકી કૌશલને ફૉલો કર્યો
સ્વયં ઈન્સ્ટાગ્રામે વિકી કૌશલને ફૉલો કર્યો છે. વિકી કૌશલ પ્રથમ બોલિવૂડ સ્ટાર છે જેને ઈન્સ્ટાગ્રામ દ્વારા ફૉલો કરવામાં આવ્યો છે. વિરલ ભાયાણીએ ઈન્સ્ટાગ્રામ પર આ સમાચાર શેર કર્યા પછી તરત જ લોકો પોસ્ટ પર તેમની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું હતું. એક યુઝરે લખ્યું, ‘વિકી ખૂબ સારું કામ કરે છે, અત્યાર સુધી કોઈ પણ ફિલ્મમાં તેનું પ્રદર્શન ખરાબ નથી થયું. અન્ય યુઝરે લખ્યું, ‘આ ખરેખર મોટી વાત છે!’ હું ફૉલોઅર્સની સંખ્યા અને સફળતા પાછળનું ગાંડપણ અને વાસ્તવિકતા સમજવામાં નિષ્ફળ રહ્યો છું, પરંતુ તેમ છતાં હું વિકી માટે ખુશ છું.
હમણાં હમણાં આ ફિલ્મોમાં જોવા મળ્યો વિકી કૌશલ
વિકી કૌશલ હાલમાં જ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત વિકીની ફિલ્મ સેમ બહાદુરે પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. વિકી કૌશલે આ ફિલ્મમાં ફિલ્ડ માર્શલ સેમ માણેકશાની ભૂમિકા ભજવી છે.
હવે કઈ ફિલ્મમાં જોવા મળશે વિકી કૌશલ?
વિકી કૌશલની ફિલ્મ સેમ બહાદુરની સફળતા બાદ તે શાહરુખની ફિલ્મ ડંકીમાં પણ જોવા મળ્યો હતો, ત્યારે હવે વિકી કૌશલ તેની આગામી ફિલ્મ ‘મેરે મહેબૂબ મેરે સનમ’માં તૃપ્તિ ડિમરી અને ફાતિમા સના શેખ સાથે જોવા મળશે. આ ફિલ્મને આનંદ તિવારીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે ફેબ્રુઆરી 2024માં રિલીઝ થશે.
આ પણ વાંચો: ’12th Fail’ ક્યારે થશે OTT પર રિલીઝ, જાણો અહીં તારીખ