ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

મહિલા ક્રિકેટ: ભારતીય મહિલા ટીમે ટેસ્ટમાં પહેલી વાર ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

  • ભારતીય મહિલા ટીમે મુંબઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં પહેલી વાર ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું

મુંબઈ, 24 ડિસેમ્બર: મહિલા ક્રિકેટમાં ભારતે મુંબઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ આ જીત સાથે ઈતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા ટીમનો આ પ્રથમ ટેસ્ટ વિજય છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 219 રન અને બીજા દાવમાં 261 રન બનાવ્યા હતા. ત્યારે તેની સામે ભારતે પ્રથમ દાવમાં 406 રન અને બીજા દાવમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્ઝ, રેણુકા સિંહ અને સ્નેહ રાણાએ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

 

કેવો રહ્યો ઓસ્ટ્રેલિયા ટીમનો દાવ?

ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 219 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન તેના તરફથી તાહિલ મગરાથે અડધી સદી ફટકારી હતી. તેણીએ 56 બોલમાં 50 રન બનાવ્યા હતા. મૂનીએ 40 રનની ઇનિંગ રમી હતી. બીજા દાવમાં ટીમ 261 રન બનાવીને ઓલ આઉટ થઈ હતી. તાહિલાએ બીજા દાવમાં 177 બોલ રમીને 10 ચોગ્ગા સાથે 73 રન બનાવ્યા હતા. ત્યારે ટીમ માટે એલિસ પેરીએ 45 રનનું યોગદાન આપ્યું હતું.

કેવી રહી ભાપતીય મહિલા બોલરોની બોલિંગ?

ભારત તરફથી પૂજા વસ્ત્રાકરે શાનદાર બોલીગ કરીને પ્રથમ દાવમાં 4 વિકેટ ઝડપી હતી. તેણીએ 16 ઓવરમાં 53 રન આપ્યા હતા. જ્યારે સ્નેહ રાણાએ 22.4 ઓવરમાં 56 રન આપીને 3 વિકેટ લીધી હતી. દીપ્તિ શર્માને 2 વિકેટ મળી હતી. સ્નેહે બીજા દાવમાં 4 વિકેટ ઝડપી હતી. તેણીએ 22 ઓવરમાં 63 રન આપ્યા હતા. રાજેશ્વર ગાયકવાડ અને હરમનપ્રીતે પણ બે-બે વિકેટ લીધી હતી. પૂજાને એક વિકેટ મળી હતી.

કેવો રહ્યો ભારતીય ટીમનો દાવ?

ભારતીય મહિલા ટીમએ પ્રથમ દાવમાં 406 રન બનાવ્યા હતા. ઓપનર મંધાનાએ 106 બોલમાં 12 ચોગ્ગા ફટકારી 74 રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. રિચા ઘોષે 104 બોલમાં 7 ચોગ્ગા ફટકારીને 52 રન બનાવ્યા હતા. જેમિમાહ રોડ્રિગ્ઝે 73 રનની શાનદાર ઇનિંગ રમી હતી. દીપ્તિ શર્માએ 78 રન બનાવ્યા હતા. પૂજા વસ્ત્રાકરે 47 રન બનાવ્યા હતા. ભારતને જીતવા માટે 75 રનનો ટાર્ગેટ હતો.

ટીમ ઈન્ડિયા માટે મંધાનાએ બીજી ઈનિંગમાં 61 બોલમાં 6 ચોગ્ગા ફટકારી અણનમ 38 રન બનાવ્યા હતા. રિચા 13 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જેમિમાએ અણનમ 12 રન બનાવ્યા હતા. આ રીતે ભારતીય મહિલા ટીમે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટે જીતી મેળવી છે.

આ પણ વાંચો: મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો, IPL 2024માંથી બહાર થઈ શકે છે કેપ્ટન હાર્દિક પંડ્યા

Back to top button