ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

24 કલાકમાં ભારતીય ક્રૂ સાથેના જહાજ પર બીજો ડ્રોન હુમલો, લાલ સમુદ્રમાં યુદ્ધનો માહોલ

વોશિંગ્ટન (અમેરિકા), 24 ડિસેમ્બર: હુતિ બળવાખોરોએ રેડ સીમાં 25 ભારતીય ક્રૂ મેમ્બર્સ સાથેના એક જહાજ પર ડ્રોન અને મિસાઈલ દ્વારા હુમલો કર્યો છે. US સેન્ટ્રસ કમાન્ડે આ હુમલાની માહિતી આપી છે કે આ જહાજને યમનના હુતિ વિદ્રોહીઓએ નિશાન બનાવ્યું છે. US સેન્ટ્રલ કમાન્ડે X પર જણાવ્યું હતું કે ગૈબૉનની માલિકીના જહાજ MV સાંઈબાબાએ યુએસ યુદ્ધ જહાજને ઇમરજન્સી કોલ મોકલયો હતો. પરંતુ જહાજ પર કોઈ જાનહાનિ અંગે જણાવ્યું ન હતું.

શનિવારે ગુજરાતના દરિયાકાંઠે એક વેપારી જહાજ પર ડ્રોન દ્વારા હુમલો કરાયો હતો. પેન્ટાગોનના જણાવ્યા અનુસાર, આ હુમલો ઈરાન દ્વારા કરાયો હોવાનું કહેવાઈ રહ્યું છે.

બે જહાજોને હુતિઓના ટાર્ગેટ પર

દક્ષિણ લાલ સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહેલા બે જહાજોએ અમેરિકી નૌકાદળના જહાજને કૉલ કરી હુમલા અંગે જણાવ્યું હતું. યુએસ સૈન્યએ કહ્યું કે,હાજ M/V સાંઈબાબા જે ગૌબૉનની માલિકી ધરાવે છે અને જેના પર ભારતીય ધ્વજ લાગેલો હતો તેના પર ડ્રોન હુમલો કરાયો છે. આ જહાજ ક્રૂડ ઓઈલ લઈ જઈ રહ્યું હતું. જો કે, આ ડ્રોન હુમલામાં જહાજ પર કોઈને ઈજા થઈ હોવાની હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. જ્યારે બીજું નોર્વેજીયન-ધ્વજવાળું M/V બ્લેમેનેન જહાજે સૂચના આપી કે, હુતિઓ દ્વારા છોડવામાં આવેલા ડ્રોન તેમની ખૂબ નજીકથી પસાર થયા હતા.

શનિવારે ભારત આવી રહેલા જહાજ પર ડ્રોન હુમલો

શનિવારે ગુજરાતના દરિયાકાંઠે એક વેપારી જહાજ પર ડ્રોન હુમલો થયો હતો. આ હુમલાને લઈને પેન્ટાગોન તરફથી વધુ એક નિવેદન આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલો ઈરાની ડ્રોનથી કરાયો છે. જહાજના ક્રૂમાં 21 ભારતીયો સામેલ હતા પરંતુ હુમલામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ભારતીય સેનાના સૂત્રો અને દરિયાઈ સુરક્ષા એજન્સીએ આ માહિતી આપી છે. ઈરાન સમર્થિત હુતિ બળવાખોરોએ ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે લાલ સમુદ્રમાં જહાજો પર હુમલા વધારી દીધા છે ત્યારે આ ઘટના બની છે. સૂત્રોએ જણાવ્યું હતું કે યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ ( UKMTO) દ્વારા આ ઘટનાની જાણ થયા પછી, નૌકાદળના P-8I મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટને જહાજ અને તેના ક્રૂની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ભારત આવી રહેલા જહાજ પર ઈરાનના ડ્રોન દ્વારા હુમલો, અમેરિકાનો દાવો

Back to top button