ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T-20 ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન

  • ક્રિકેટ ટૂર્નામેન્ટનું સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવશે
  • ડે-નાઈટ ક્રિકેટ મેચ માટે અંદાજે રૂા.75.00 લાખની મર્યાદામાં ખર્ચ કરાશે
  • સરદાર સ્ટેડિયમ AMC માટે આરક્ષિત રાખવામાં આવશે

અમદાવાદમાં ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T-20 ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થશે. રૂ. 75 લાખની મર્યાદામાં ખર્ચ મંજૂરી માટે રિક્રિએશન કમિટીમાં દરખાસ્ત રજૂ થશે. સંભવતઃ જાન્યુઆરીમાં સરદાર સ્ટેડિયમ ખાતે ડે- નાઈટ મેચનું આયોજન થશે.

આ પણ વાંચો: ગુજરાતના કબૂતરબાજોમાં ફફડાટ, ફ્રાન્સમાં અટકાવેલા પ્લેનમાં 260 ભારતીયોમાંથી 96 ગુજરાતી

ક્રિકેટ ટૂર્નામેન્ટનું સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવશે

ટૂર્નામેન્ટમાટે રૂ. 75 લાખનો ખર્ચ, સાધનોની ખરીદી બારોબાર થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નજીકના ભવિષ્યમાં ગુજરાત રાજ્યની તમામ મહાનગર પાલિકાના મેયર્સ અને કમિશનર્સની ટીમો વચ્ચે ‘ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી- 20 ડે – નાઇટ ઇન્વીટેશન ક્રિકેટ ટૂર્નામેન્ટનું’ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવશે. મહદઅંશે જાન્યુઆરીમાં યોજાનાર સૂચિત ડે- નાઈટ ક્રિકેટ મેચ માટે AMC યજમાન બનશે અને આ હેતુસર જરૂરી સાધનોની ખરીદી અને ખર્ચ કરવા રૂ. 75 લાખની મર્યાદામાં ખર્ચ કરવા માટે ટેન્ડર કે ઓફર મંગાવ્યા વિના મંજૂરી આપવા માટેની દરખાસ્ત મંગળવારે રિક્રિએશન કમિટીમાં રજૂ કરાશે. જોકે, અન્ય મહાનગર પાલિકામાંથી આવનારી ટીમોના ક્રિકેટરો, કોચ, વગેરેને રહેવા, જમવા, વગેરેનો ખર્ચ રૂ. 75 લાખની મર્યાદા કરતાં વધી જવાની શક્યતા છે. સૂચિત ક્રિકેટ મેચ યોજવા માટે નિર્ધારિત થનાર સમયગાળા દરમિયાન સરદાર સ્ટેડિયમ AMC માટે આરક્ષિત રાખવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટથી ઇન્ટરનેશનલ ટુર સસ્તા થયા, જાણો શું છે કારણ 

ડે-નાઈટ ક્રિકેટ મેચ માટે અંદાજે રૂા.75.00 લાખની મર્યાદામાં ખર્ચ કરાશે

ડે-નાઈટ ક્રિકેટ મેચ માટે અંદાજે રૂા.75.00 લાખની મર્યાદામાં ખર્ચ કરાશે અને તે ખર્ચ અંબુભાઈ પુરાણી વ્યાયામ વિધાલયના બજેટમાં રૂ.75.00 લાખની વધારાની જોગવાઇ કરવામાં આવશે. સદર ટુર્નામેન્ટમાં ડે-નાઈટ ક્રિકેટ મેચ રમાડવાની હોઈ લાઈટની વ્યવસ્થા લાઈટ ખાતા મારફ્તે કરવા તથા લાઈટના ખર્ચ અંગેનુ બજેટ મંજુર કરાવવાનું રહેશે તેમજ આ અંગે નાણાંકીય ખર્ચ સહિત જરૂરી અન્ય વિભાગો જેવા કે પબ્લિસિટી,લાઇટ વિભાગ, ગાર્ડન, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, ફયર, એસ્ટેટ, ઈજનેર, હેલ્થ,સેન્ટ્રલ ઓફ્સિ/ઓફ્સિ ઓર્ડર તથા અન્ય વિભાગોએ ટૂર્નામેન્ટને લગતી સંલગ્ન કામગીરી કરાવવાની આનુષંગિક કાર્યવાહી કરાવવા વ્યાયામ વિદ્યાલયનો હવાલો સંભાળતા DyMCને જરૂરી સત્તા અપાશે.

Back to top button